Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં કમોસમી વરસાદથી સુભાષ રોડ પર પાણી ભરાયા:વરસાદી પાણી સાથે ગટરના ગંદા પાણી મિક્સ થતા વેપારીઓ-રાહદારીઓને હાલાકી

    4 days ago

    વેરાવળ શહેરમાં આજે વહેલી સવારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને નગરપાલિકાના વોર્ડ નંબર 10 માં આવેલા સુભાષ રોડ અને તપેશ્વર રોડ પર પાણી ફરી વળ્યા હતા. વરસાદ બંધ થયા બાદ મોટાભાગના વિસ્તારોમાં પાણી ઓસરી ગયા હતા, પરંતુ સુભાષ રોડ નીચો હોવાને કારણે ગટરના ગંદા પાણી ઉભરાઈને રોડ પર વહેવા લાગ્યા હતા. આના કારણે વેપારીઓ અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે, આ સમસ્યા અંગે નગરપાલિકાને લેખિત અને મૌખિક રીતે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. જોકે, આજદિન સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. ઉભરાતી ગટરો અને ચોમાસા દરમિયાન પાણી ભરાવાની આ સમસ્યા અંગે સ્થાનિક નગરસેવકોને પણ વારંવાર રજૂઆતો કરાઈ છે. વેપારીઓની માંગ છે કે તંત્ર આ બાબતે ધ્યાન આપીને પાકા રોડ રસ્તાઓ બનાવે, ગટરોનું યોગ્ય સમારકામ કરે અને પાણીના નિકાલની વ્યવસ્થા સુનિશ્ચિત કરે.
    Click here to Read More
    Previous Article
    ચંદ્રુમાણામાં હનુમાન જયંતિ ઉજવાઈ:સંકટમોચન મંદિરે 11મો જન્મોત્સવ ધામધૂમથી યોજાયો
    Next Article
    Jamnagar Unseasonal Rain | જામનગરમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment