Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એઈમ્સના વિદ્યાર્થીના આપઘાત કેસમાં તમામ આરોપીને જામીન:પાંચેય આરોપીઓ દેશ બહાર નહીં જઈ શકે, યુવતીના એક તરફી પ્રેમમાં હોવાથી મૃતકને માર મારતા હોવાનો સ્યુસાઇડ નોટમાં કર્યો હતો ઉલ્લેખ

    9 hours ago

    રાજકોટના જામનગર રોડ પરની એઈમ્સમાં MBBSના વિદ્યાર્થી રતન મેઘવાલે ગત તા.14.03.2026ના રોજ ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કરી લેતા ગાંધીગ્રામ પોલીસે વિદ્યાર્થી પાસેથી મળેલી સ્યુસાઇડ નોટ આધારે આપઘાત કરવા મજબુર કરવા કલમ હેઠળ તેમજ એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. જેમાં એઇમ્સના જ અન્ય 5 વિદ્યાર્થી સામે ગુનો નોંધી પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા.જે બાદ આરોપીઓએ જામીન અરજી કરતા સેશન્સ કોર્ટે તમામ પાંચેય આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા છે. યુવતી સાથે મૃતકને હતો એક તરફી પ્રેમ મૃતક વિદ્યાર્થી રતન મેઘવાલ તથા આરોપીઓ છેલ્લા ચાર વર્ષથી એઈમ્સમાં MBBSનો અભ્યાસ કરતા હતા. જયાં મૃતક વિદ્યાર્થી રતનને એક યુવતી સાથે એક તરફી પ્રેમ સંબંધ બાબતે શંકા કરી પાંચેય આરોપીઓ મૃતક વિદ્યાર્થીને છેલ્લા થણા સમયથી અવાર-નવાર શારીરીક માનસિક ટોર્ચર કરી માર મારતા હતા. આ માર મારવા બાબતેના વીડિયો બનાવી રતનને બદનામ કરતા હતા. જે બાબતે ત્રાસ આપી મરવા મજબુર કરતા મૃતક વિદ્યાર્થીએ તા.14 માર્ચ, 2026ના દિવસે રેલવે પાટા પર પડતું મુકી આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થીના પિતાએ નોંધાવી હતી ફરિયાદ વિદ્યાર્થી રતન મેઘવાલના આપઘાત બાદ તેના પિતાએ પ્રણવ પાલીવાલ, અસ્મિત રાકેશ શર્મા, આયુશ સુરેશનંદન યાદવ, નિર્વિધ્નમ નુર વિનોદકુમાર યાદવ અને યુવરાજ ચૌધરી વિરુધ્ધ BNSની કલમ 108 તથા એટ્રોસીટી એકટની કલમ 3 મુજબ ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. તમામ પક્ષકારની દલીલોના અંતે સેસન્સ કોર્ટ દ્વારા આરોપી તરફે થયેલી એડવોકેટ તુષાર ગોકાણીની દલીલો ગ્રાહય રાખી આરોપીઓને તપાસમાં સહકાર આપવા અને દેશ બહાર ન જવાની શરતે જામીન પર મુકત કરવા આદેશ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્લીના બે ગઠિયાએ રૂ. 4.62 કરોડ પડાવ્યા:અમદાવાદના વેપારીઓ પાસેથી મોટાપાયે કાપડ ખરીદી પૈસા ન ચૂકવ્યાં
    Next Article
    Congress leader Khushbaz Jattana dies in hit-and-run accident in Sonipat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment