Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તૈયારીઓ શરૂ:કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ

    3 days ago

    બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત બાદ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં નોડલ અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચૂંટણી પ્રક્રિયાના તમામ તબક્કાઓ અંગે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરાઈ હતી. કલેક્ટર મિહિર પટેલે આચારસંહિતાનું ચુસ્ત પાલન કરવા અને ચૂંટણી સંબંધિત તમામ તૈયારીઓનું અસરકારક સુપરવિઝન કરવા સૂચનાઓ આપી હતી. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી પગલાં લેવા અંગે માર્ગદર્શન અપાયું હતું. ચૂંટણી ઓબ્ઝર્વર્સ માટે વાહન વ્યવહાર, રહેવા-જમવાની સુવિધા, ટેલિફોન અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી જેવી આવશ્યક સુવિધાઓ સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ અપાઈ હતી. મતદારયાદીની ચકાસણી, માર્ક કોપી તૈયાર કરવી, ઈવીએમ મશીનોનું સંચાલન અને જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો હતો. મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવા અને ઉમેદવારી ફોર્મથી લઈને ચૂંટણી પરિણામ સુધીની તમામ માહિતી ઈ-ડેશબોર્ડમાં સમયસર દાખલ કરવા અંગે પણ સમીક્ષા કરાઈ હતી. ઉમેદવારોના એફિડેવિટ/એકરારનામા ઓનલાઈન અપલોડ કરવાની કામગીરી સુનિશ્ચિત કરવા પણ જણાવાયું હતું. જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમની સ્થાપના, પોલિંગ સ્ટાફની વ્યવસ્થા, અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ, વાહન સંપાદન, બેલેટ પેપર સંબંધિત કામગીરી અને મીડિયા મેનેજમેન્ટ અંગે પણ સૂચનાઓ અપાઈ હતી. મતદાન મથકો પર જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા પણ ભાર મુકાયો હતો. ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા અને તેના પરિપત્રોનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ હતી. ઉમેદવારના રજીસ્ટરની ચકાસણી કરી તેનું જિલ્લા કક્ષાએ નિયમિત રિપોર્ટિંગ કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વિભાગની તૈયારીઓ અંગે માહિતી રજૂ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    'ચૂપ કરાવવામાં આવ્યો છું-હાર્યો નથી, સુનામી બનીને આવીશ':ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ AAPએ રાઘવ ચઢ્ઢાને કહ્યું- મોદીથી ડરેલાં વ્યક્તિ હવે શું લડવાના?
    Next Article
    🟠Samachar Superfast LIVE | સમાચાર સુપરફાસ્ટ, જુઓ તમામ મહત્વના સમાચાર | Latest Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment