Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ચૂપ કરાવવામાં આવ્યો છું-હાર્યો નથી, સુનામી બનીને આવીશ':ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ AAPએ રાઘવ ચઢ્ઢાને કહ્યું- મોદીથી ડરેલાં વ્યક્તિ હવે શું લડવાના?

    3 days ago

    આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવવાને લઈને શુક્રવારે પ્રથમ પ્રતિક્રિયા આપી. તેમણે સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં કહ્યું- મને ચૂપ કરાવવામાં આવ્યોે, પરંતુ હું હાર્યો નથી. આમ આદમીને આ મારો સંદેશ છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે મેં જનતાના મુદ્દા ઉઠાવ્યા, તેનાથી AAPને શું નુકસાન થયું? વીડિયોના અંતમાં તેમણે AAPને ચેતવણી આપી કે અવાજ ચૂપ કરાવનારાઓ સામે હું સુનામી બનીને આવીશ. જોકે, રાઘવે ન તો પાર્ટીના કોઈ નેતાનું નામ લીધું અને ન તો પાર્ટી છોડવા કે આગળની રણનીતિ વિશે કંઈ કહ્યું. બીજી તરફ, AAPના રાષ્ટ્રીય પ્રવક્તા અનુરાગ ઢાંડાએ કહ્યું કે રાઘવ ચઢ્ઢા ગૃહમાં પાર્ટીના મુદ્દા ઉઠાવવાને બદલે એરપોર્ટની કેન્ટીનમાં સમોસા સસ્તા કરાવવાની વાત કરતા હતા. ગૃહમાં પાર્ટી દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવ પર પણ ભાઈસાહેબે સહી કરવાની ના પાડી દીધી હતી. AAP એ ગુરુવારે ચઢ્ઢાને રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવી દીધા હતા. પંજાબના જ રાજ્યસભા સાંસદ અશોક મિત્તલને તેમની જગ્યાએ મૂક્યા. પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને પત્ર લખીને જાણકારી આપી હતી. પત્રમાં કહ્યું કે ચઢ્ઢાને સદનમાં પાર્ટી તરફથી બોલવાનો સમય ન આપવામાં આવે. પાર્ટીએ આ નિર્ણયનું કારણ જણાવ્યું ન હતું. રાઘવ 2022થી પંજાબથી રાજ્યસભા સાંસદ છે. તેમનો કાર્યકાળ 2028 સુધીનો છે. જોકે, રાઘવ ચઢ્ઢાએ લાંબા સમયથી પાર્ટીથી અંતર બનાવી લીધું હતું અને AAP ને લઈને કોઈ નિવેદન આપ્યું ન હતું. અહીં સુધી કે પાર્ટી પ્રમુખ અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા તે સમયે તેઓ UKમાં હતા. દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલ નિર્દોષ છૂટ્યા ત્યારે પણ તેમણે એક શબ્દ પણ કહ્યો ન હતો. રાઘવ ચઢ્ઢાના વીડિયોમાં કહેવાયેલી 4 વાતો જે મુદ્દાને કોઈ ઉઠાવતું નથી, તે મેં ઉઠાવ્યા: વીડિયોમાં ચઢ્ઢા સંસદ પરિસરમાં ઊભા રહીને બોલી રહ્યા છે. તેમણે કહ્યું- મને જ્યારે પણ સંસદમાં બોલવાની તક મળે છે, હું જનતાના મુદ્દા ઉઠાવું છું. કદાચ એવા વિષયો ઉઠાવું છું, જેને સામાન્ય રીતે સંસદમાં ઉઠાવવામાં આવતા નથી. પરંતુ શું જનતાના મુદ્દા ઉઠાવવા, જાહેર મુદ્દાઓ પર વાત કરવી કોઈ અપરાધ છે? શું મેં કોઈ ગુનો કર્યો? શું મેં કંઈ ખોટું કર્યું? મારા બોલવા પર રોક કેમ લગાવવા માગી: આ સવાલ આજે હું એટલા માટે પૂછી રહ્યો છું, કારણ કે આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને કહ્યું છે કે રાઘવ ચઢ્ઢાના બોલવા પર રોક લગાવી દેવામાં આવે. જી હા, આમ આદમી પાર્ટીએ સંસદને આ સૂચિત કર્યું છે કે રાઘવ ચઢ્ઢાને બોલવાની તક ન આપવામાં આવે. રાઘવે કહ્યું કે હવે ભલા કોઈ મારા બોલવા પર રોક કેમ લગાવવા માંગશે? હું તો જ્યારે વાત કરું છું, દેશના સામાન્ય માણસની વાત કરું છું. રાઘવ ચઢ્ઢાએ એક વીડિયો જાહેર કર્યો મેં તો જનતાના મુદ્દા જ ઉઠાવ્યા: હું એરપોર્ટ પર મળતા મોંઘા ખાવાની વાત કરું છું. ઝોમેટો-બ્લિંકિટના ડિલિવરી રાઇડર્સની સમસ્યાની વાત કરી. ખાવામાં ભેળસેળનો મુદ્દો ઉઠાવ્યો. ટોલ પ્લાઝાની લૂંટથી લઈને બેંક ચાર્જીસની લૂંટની વાત કરી. એટલું જ નહીં, મધ્યમ વર્ગ પર ટેક્સના બોજથી લઈને કન્ટેન્ટ ક્રિએટર્સ પર સ્ટ્રાઈક શા માટે કરવામાં આવે છે. ટેલિકોમ કંપનીઓ કેવી રીતે 12 મહિનામાં 13 મહિનાનું રિચાર્જ અમારી પાસેથી કરાવે છે. ડેટા રોલઓવર આપતી નથી. રિચાર્જ પૂરું થયા પછી ઇનકમિંગ રોકી દે છે. મારા બોલવાથી AAP ને શું નુકસાન થયું: આ મુદ્દાઓ ઉઠાવ્યા પછી દેશના સામાન્ય માણસને તો ફાયદો થયો, આનાથી આમ આદમી પાર્ટીને શું નુકસાન થયું. ભલા કોઈ મને બોલવાથી શા માટે રોકવા માંગશે. કોઈ મારા અવાજને શા માટે બંધ કરવા માંગશે. જે લોકોએ આજે ​​સંસદમાં મારા બોલવાનો અધિકાર મારાથી છીનવી લીધો, મને ચૂપ કરી દીધો, હું તેમને પણ કંઈક કહેવા માંગુ છું. મારી ખામોશીને મારી હાર ન સમજતા. હું એ દરિયો છું, જે સમય આવ્યે પૂર બને છે. રાષ્ટ્રીય પ્રવક્તાએ કહ્યું- કોઈ મોદીથી ડરી જાય તો શું લડશે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અનુરાગ ઢાંડાએ રાઘવ ચઢ્ઢાના નિવેદન બાદ કહ્યું- અમે કેજરીવાલના સિપાહી છીએ. નિર્ભયતા અમારી પ્રથમ ઓળખ છે. જો કોઈ મોદીથી ડરી જાય તો દેશ માટે શું લડશે? સંસદમાં પાર્ટીને બોલવા માટે થોડો જ સમય મળે છે, તેમાં કાં તો દેશ બચાવવા માટે સંઘર્ષ કરી શકાય અથવા એરપોર્ટ કેન્ટીનમાં સમોસા સસ્તા કરાવવા માટે. ગુજરાતમાં અમારા સેંકડો કાર્યકરોને ભાજપની પોલીસે પકડી લીધા, શું સાંસદ સાહેબ ગૃહમાં કંઈ બોલ્યા? પશ્ચિમ બંગાળમાં મત આપવાનો અધિકાર છીનવાઈ રહ્યો છે. ગૃહમાં CEC વિરુદ્ધ પ્રસ્તાવ આવ્યો તો ભાઈસાહેબે સહી કરવાની ના પાડી દીધી. પાર્ટીએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું તો મોદીજીની હાજરી પુરાવવા માટે બેસી રહે છે. છેલ્લા કેટલાક વર્ષોથી તું ડરી ગયો છે રાઘવ. મોદી વિરુદ્ધ બોલતા ડરે છે. દેશના સાચા મુદ્દાઓ પર બોલતા ડરે છે. CM માન કહ્યું હતું- આ પાર્ટીની પોલિસી સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના AAPના ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે પાર્ટીની નીતિઓ ચાલતી રહે છે. જ્યારે અમે 4 ચૂંટાયા હતા ત્યારે ધરમવીર ગાંધીને લીડર બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મને નેતા બનાવવામાં આવ્યો હતો. પાર્ટીના નિર્ણયો તો ચાલતા રહે છે. નવા ઉપનેતાએ કહ્યું હતું- કોઈની શૈલીનું પુનરાવર્તન નહીં કરું રાજ્યસભામાં AAPના નવા ઉપનેતા બનાવાયેલા લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU)ના વાઇસ ચાન્સેલર સાંસદ અશોક મિત્તલે કહ્યું હતું કે મારું મુખ્ય ધ્યાન સરકાર અને વિપક્ષ વચ્ચે સારો સંવાદ સ્થાપિત કરવાનું રહેશે. રાઘવ ચઢ્ઢાની જેમ સ્પષ્ટવક્તા ભૂમિકામાં જોવા મળવાના સવાલ પર તેમણે કહ્યું કે દરેક નેતાની પોતાની અલગ કાર્યશૈલી અને વ્યક્તિત્વ હોય છે. હું મારી બુદ્ધિમત્તા અને અનુભવ અનુસાર કામ કરીશ, ન કે કોઈની શૈલીનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરીશ. સંસદના છેલ્લા 2 સત્રોમાં ચઢ્ઢા દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ શિયાળુ સત્ર 2025 બજેટ સત્ર 2026 28-દિવસનું રિચાર્જ: મોબાઇલ રિચાર્જ 28 દિવસને બદલે આખા કેલેન્ડર મહિના (30 કે 31)નું હોય, બચેલો ડેટા આવતા મહિને જોડાઈ જાય.
    Click here to Read More
    Previous Article
    Raghav Chadha News LIVE : AAP ने राघव चड्ढा को राज्यसभा के डिप्टी लीडर पद से क्यों हटाया ? | AAP
    Next Article
    બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તૈયારીઓ શરૂ:કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment