Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં હનુમાન જયંતિએ શોભાયાત્રા નીકળી:હિન્દુ યુવા સંગઠન સહિત અનેક સંસ્થાઓ જોડાઈ

    3 days ago

    વેરાવળ શહેરમાં સંવત ૨૦૮૨ ચૈત્ર સુદ પૂનમ, ગુરુવાર, તા. ૨-૦૪-૨૦૨૬ ના રોજ હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા હિન્દુ યુવા સંગઠન, જાગૃત હનુમાન મંદિર, શિક્ષબંધુ સત્સંગ મંડળ, ત્રિકમરાયજી મંદિર, અખંડ હરિનામ સંકીર્તન મંદિર પ્રેમ પરિવાર ભાલકા અને બાપા સીતારામ ધુન મંડળના ઉપક્રમે યોજાઈ હતી. આ વિશાળ શોભાયાત્રામાં હિન્દુ યુવા સંગઠન સહિત વિવિધ ધાર્મિક સંસ્થાઓ, ધૂન મંડળના સ્વયંસેવકો, ભાઈઓ, બહેનો અને ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શહેરના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શોભાયાત્રા દરમિયાન ભગવા રંગના દેશભક્તિ અને ધાર્મિક ગીતોની ધૂન પર વેરાવળવાસીઓ મન મૂકીને નાચતા જોવા મળ્યા હતા. વાતાવરણને ભક્તિમય બનાવવા માટે શ્રીનાથજી, આદિનાથ અને વીર હનુમાનની પ્રતિમાની ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં હિન્દુ યુવા સંગઠનના જતીન બાપુ સહિતની ટીમ, સાગર પુત્ર ફાઉન્ડેશનના પ્રમુખ દામજીભાઈ ભેસલા, તુલસીભાઈ ગોહેલ, નરેશભાઈ ગોહેલ, કનૈયાભાઈ, વેરાવળ સિટી પીઆઈ ગઢવી સાહેબ, પ્રજાપતિ સાહેબ, એસઓજી ડી સ્ટાફ સહિતના મુખ્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વેપારી સંગઠનના મુકેશભાઈ ચોલેરા, દિનેશભાઈ રાયઠઠા, કેવિન કાનાબાર અને વેરાવળ શહેર ભાજપના તમામ મુખ્ય હોદ્દેદારો પણ જોડાયા હતા. દુઃખભંજન હનુમાન મંદિરથી પ્રારંભ થયેલી આ યાત્રા એસ.ટી. રોડ, ટાવર ચોક, કાશી વિશ્વનાથ મંદિર અને બજરંગ સોસાયટી સહિતના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ હતી. વિવિધ સ્થળોએ પ્રસાદ વિતરણ અને ઠંડા પીણાંના સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    8 વર્ષીય માસૂમને કચડનાર બોલેરો ચાલક ઝડપાયો:CCTVની મદદથી પોલીસે કરી ધરપકડ, પિતાએ કહ્યું- 'મારા લાડકવાયાને છીનવનારને કડક સજા કરો'
    Next Article
    US-Iran War Live Updates: Us-Israeli Strikes Hit A Bridge Near Tehran

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment