Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    8 વર્ષીય માસૂમને કચડનાર બોલેરો ચાલક ઝડપાયો:CCTVની મદદથી પોલીસે કરી ધરપકડ, પિતાએ કહ્યું- 'મારા લાડકવાયાને છીનવનારને કડક સજા કરો'

    4 days ago

    જૂનાગઢ જિલ્લાના વિસાવદર શહેરમાં ગત રવિવારે બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ આજે પણ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. ખોડીયારપરા વિસ્તારમાં રમી રહેલા 8 વર્ષના માસૂમ ધવલને એક બેફામ ગતિએ આવતી બોલેરો પીકઅપ વાને કચડી નાખ્યો હતો. આજે જ્યારે આ પીડિત પરિવારની મુલાકાત લેવામાં આવી ત્યારે ત્યાંનું દ્રશ્ય કાળજું કંપાવી દે એવું હતું. બોલેરોચાલક બેદરકારીપૂર્વક વાહન હંકારી રહ્યો હતો ​આ અકસ્માત કેટલો ભયાનક હતો તેના પુરાવા રૂપે બોલેરો પીકઅપ વાનની સ્પીડના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. CCTVમાં જોઈ શકાય છે કે, રહેણાંક વિસ્તાર હોવા છતાં ચાલક રમેશ ઉર્ફે સંજય પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી ચૂક્યો હતો અથવા તો અત્યંત બેદરકારીથી વાહન હંકારી રહ્યો હતો. પૂરઝડપે આવતી આ કાળમુખી બોલેરોએ માસૂમ ધવલને એવી જોરદાર ટક્કર મારી કે બાળકની ખોપડી ફાટી ગઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. રમતા-રમતા અચાનક દડો રોડ પર લેવા ગયો ને ગાડીએ ઉલાળ્યો ​મૃતક બાળકના પિતા પ્રફુલભાઈ ગોહિલે જણાવ્યું હતું કે, "મારો ધવલ તેના મિત્રો સાથે ઘર પાસે દડાથી રમી રહ્યો હતો. રમતા-રમતા અચાનક દડો રોડ પર ગયો અને તે લેવા માટે જેવો રોડની બાજુમાં પહોંચ્યો ત્યાં જ પેલી સ્પીડમાં આવતી ગાડીએ તેને ઉલાળ્યો. અકસ્માત એટલો ભયાનક હતો કે હું મારા દીકરાનું લોહીલુહાણ શરીર જોઈ પણ નહોતો શકતો. મારો લાડકો દીકરો અમને છોડીને જતો રહ્યો. પિતાના આ શબ્દો સાંભળી ત્યાં હાજર રહેલા સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. તપાસના અંતે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ ​ઘટના અંગે વિસાવદર ASP રોહિત ડાગરે માહિતી જણાવ્યું કે પોલીસે આ મામલે અત્યંત ગંભીરતા દાખવી હતી. અકસ્માત સર્જીને નાસી છૂટેલા વાહનને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. તપાસના અંતે કાલસારી ગામના સંજય નામના ચાલકની ઓળખ કરી તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મારા નિર્દોષ દીકરાનો જીવ લેનારને એવી સજા મળવી જોઈએ ​અકસ્માત સર્જાયા બાદ માનવતા નેવે મૂકીને ભાગી જનારા ચાલક પ્રત્યે લોકોમાં ભારે રોષ છે. આજે બાળકના પિતા અને પરિવારજનોએ પ્રશાસન પાસે ન્યાયની ગુહાર લગાવી છે. વિપુલભાઈએ માંગ કરી છે કે, "મારા નિર્દોષ દીકરાનો જીવ લેનારને એવી સજા મળવી જોઈએ કે ફરી કોઈ વાહનચાલક રહેણાંક વિસ્તારમાં આ રીતે બેફામ ગાડી ચલાવવાની હિંમત ન કરે. વાહનચાલકોની બેદરકારી સામે સવાલો ઉભા કર્યા ​સ્થાનિકોમાં પણ ચર્ચા છે કે વિસાવદરના રહેણાંક વિસ્તારોમાં વાહનોની સ્પીડ પર નિયંત્રણ હોવું જરૂરી છે. માસૂમ ધવલના મોતે ફરી એકવાર માર્ગ સલામતી અને વાહનચાલકોની બેદરકારી સામે મોટા સવાલો ઉભા કર્યા છે. હાલ તો પોલીસે આરોપીને ઝડપી લીધો છે
    Click here to Read More
    Previous Article
    ચંદીગઢમાં પંજાબ BJP હેડક્વાર્ટરની બહાર બ્લાસ્ટ:ગ્રેનેડ પાકિસ્તાનનો હોવાનું સામે આવ્યું, 2 શંકાસ્પદ લોકોની શોધખોળ
    Next Article
    વેરાવળમાં હનુમાન જયંતિએ શોભાયાત્રા નીકળી:હિન્દુ યુવા સંગઠન સહિત અનેક સંસ્થાઓ જોડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment