Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી, શોભાયાત્રા નીકળી:ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા, સમગ્ર શહેરમાં ધાર્મિક માહોલ છવાયો

    3 days ago

    સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં હનુમાન જયંતિની ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શહેરમાં એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર શહેરમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો. આ શોભાયાત્રા વડલા પોલીસ ચોકી પાસે આવેલા હનુમાન મંદિરેથી શરૂ થઈ હતી. તે બજાર, તાલુકા શાળા, દરજીવાડા અને મોટા કોળીવાળા વિસ્તારમાંથી પસાર થઈને ફરી હનુમાન મંદિર ખાતે સમાપ્ત થઈ હતી. યાત્રાના માર્ગને ધજા-પતાકાઓથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યો હતો. શોભાયાત્રા દરમિયાન ભક્તોએ કેસરી ધ્વજ લહેરાવી 'જય હનુમાન'ના ગગનભેદી નારા લગાવ્યા હતા. સેવાભાવી ભક્તો દ્વારા માર્ગમાં ઠેર ઠેર ઠંડા પીણા, શરબત, બુંદી, ગાંઠિયા તેમજ ચા-પાણીની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઢોલ-શરણાઈ અને ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. યાત્રામાં વિવિધ આકર્ષક વેશભૂષાઓ પણ જોવા મળી હતી. કેટલાક ભાવિકોએ હનુમાનજી, સસલું અને રીંછના મહોરા પહેરીને ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેના કારણે શોભાયાત્રામાં અનોખી રંગત ઉમેરાઈ હતી. શોભાયાત્રાના સમાપન બાદ હનુમાનજી મંદિરે વિશેષ પૂજન અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકોએ હાજરી આપીને ધન્યતા અનુભવી હતી.
    Click here to Read More
    Previous Article
    માસૂમ કચડનાર બોલેરો ચાલક ઝડપાયો.:વિસાવદરમાં કાળમુખી બોલેરોએ 8 વર્ષના બાળકને કચડ્યો: સીસીટીવીમાં કેદ થઈ પૂરઝડપ, પિતાએ કહ્યું- "મારા લાડકવાયાને છીનવનારને કડક સજા કરો
    Next Article
    Nitesh Tiwari on his 7-year-long joiurney with Ramayana: ‘Filmmaking is a speculative and lonely process’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment