Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જય હનુમાન, જય શ્રી રામના નારા સાથે હનુમાનજીની શોભાયાત્રા નીકળી:શોભાયાત્રા રોકડનાથ હનુમાન મંદિર ખાતે પહોંચી, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

    4 days ago

    વડોદરામાં હનુમાન જયંતિ નિમિત્તે ફતેપુરા વિસ્તારમાંથી પ્રગતિ યુવક મંડળ દ્વારા ભવ્ય હનુમાનજીની શોભાયાત્રા કાઢવામાં હતી. જય હનુમાન, જય શ્રી રામના નારા અને આતશબાજી સાથે હનુમાનજીની શોભાયાત્રા નીકળી છે. આ શોભાયાત્રાને લઈને મુખ્ય માર્ગો પરભક્તોમાં ઉત્સાહ મળ્યો હતો. શોભાયાત્રા ફતેપુરા ચાર રસ્તાથી નિકળીને યાત્રા રોકડનાથ હનુમાન મંદિર ખાતે પહોંચી હતી. જેને લઈને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કર્યું હતું. પોલીસ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. વડોદરા શહેર પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. યાત્રાના સમગ્ર રૂટ પર પોલીસ જવાનો ટીમ તૈનાત હતી. આ સિવાય ક્રાઇમની ટીમ, SHE ટીમ અને ટ્રાફિક પોલીસ પણ બંદોબસ્તમાં રહી હતી. વડોદરા શહેરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવા માટે વડોદરામાં હરણી ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી ભીડભંડન હનુમાનજી મંદિર સહિત નાના-મોટા હનુમાનજી મંદિરોમાં હનુમાન જયંતીની ઉત્સાહભર ઉજવણી કરવામાં આવી હતી. હિંદુ સંગઠનો દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવ્યું હતું. ચૈત્ર સુદ પૂનમના પાવન દિવસે હનુમાન જયંતિની ઉજવણીનું ઠેર-ઠેર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના હરણી ખાતે આવેલા ઐતિહાસિક-સુપ્રસિદ્ધ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે પણ હનુમાનજીની પ્રાગટ્ય આરતી, છાતી ચીરીને રામ-સીતાના દર્શન કરાવતા હનુમાનજીના શ્રૃંગાર, રાત્રે મંદિરના પટાંગણમાં સંગીતમય સુંદરકાંડ, ભજન-કિર્તન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે સક્રિય:3જી એપ્રિલથી સેન્સ પ્રક્રિયા શરૂ, ધારાસભ્ય કાર્યાલય પર ફોર્મ સ્વીકારાશે
    Next Article
    હનુમાન જયંતીએ બાળકોએ કર્યા હનુમાન ચાલીસાના પાઠ:રાજેન્દ્રભાઈ ચૌહાણની ટીમ દ્વારા ઉત્સવ ઉજવાયો, માતૃશક્તિ પણ જોડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment