Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાયક એજન્સીઓને પડતી મૂકી માનીતીઓને લ્હાણી:મનપાના વોચ એન્ડ વોર્ડ વિભાગમાં કરોડોનું સિક્યુરિટી ટેન્ડર કૌભાંડ, ચીફ સિક્યુરિટી ઓફિસરે આક્ષેપો નકાર્યા

    4 days ago

    સુરત મહાનગર પાલિકાના વોચ એન્ડ વોર્ડ વિભાગમાં સુરક્ષા એજન્સીઓના વર્ક ઓર્ડર આપવાના મુદ્દે ફરી એકવાર મોટો વિવાદ સર્જાયો છે. મનપાની કરોડો રૂપિયાની મિલકતો અને કચેરીઓની સુરક્ષા માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં સક્ષમ અને લાયકાત ધરાવતી એજન્સીઓને સાઈડલાઈન કરી દેવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આ આખી પ્રક્રિયામાં જે એજન્સીઓ વિવાદાસ્પદ ભૂતકાળ ધરાવે છે અથવા જેમના ડોક્યુમેન્ટ્સ શંકાસ્પદ છે, તેમને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ પધરાવી દેવા માટે અધિકારીઓની મિલીભગત હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ચોક્કસ એજન્સીઓને ફાયદો કરાવવા માટે કાવતરુ રચ્યાનો આક્ષેપ સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરી (તાપીભવન) સહિત શહેરના તમામ ઝોન અને પાલિકાની વિવિધ મિલકતોની સુરક્ષા માટે આ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 2128 જગ્યાઓ ભરવાની હતી. આ જગ્યાઓમાં સિક્યુરિટી સુપરવાઈઝર, 19 ગનમેન અને 2057 સિક્યુરિટી ગાર્ડનો સમાવેશ થાય છે. આટલી મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓના પૂરા પાડવાના કોન્ટ્રાક્ટનું મૂલ્ય કરોડો રૂપિયામાં થાય છે, જેના કારણે ચોક્કસ એજન્સીઓને ફાયદો કરાવવા માટે આખું વ્યવસ્થિત કાવતરું રચવામાં આવ્યું હોવાનું જણાય છે. આ ટેન્ડર પ્રક્રિયામાં કુલ 23 એજન્સીઓએ ભાગ લીધો હતો. આશ્ચર્યજનક રીતે, ડોક્યુમેન્ટ સ્ક્રુટિની દરમિયાન માત્ર 9 એજન્સીઓને જ ક્વોલિફાય કરવામાં આવી હતી, જ્યારે બાકીની 14 એજન્સીઓને પ્રક્રિયામાંથી બહાર કરી દેવામાં આવી હતી. માનીતી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવા માટે કાયદાનો દુરુપયોગ પાલિકાના શિડ્યુલ-એમાં જણાવવામાં આવેલા નિયમ મુજબ કોર્પોરેશન કોઈ પણ સંસ્થાને કોઈ પણ કારણ જણાવ્યા વિના ડિસક્વોલિફાય કરી શકે છે. આ નિયમનો સહારો લઈને અનેક સક્ષમ એજન્સીઓને ટેન્ડર પ્રક્રિયામાંથી બહાર બેસાડી દેવામાં આવી છે. નિષ્ણાતોના મતે, પાલિકાનો આ નિયમ ભારતીય બંધારણના આર્ટિકલ 14 (સમાનતાનો અધિકાર) ની વિરુદ્ધ છે. સરકારી સંસ્થા હોવાના નાતે મનપાએ પારદર્શક રીતે કારણો આપવા જોઈએ, પરંતુ પોતાની માનીતી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવા માટે આ પ્રકારના કાયદાનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો તર્ક આપવામાં આવી રહ્યો છે. આ કૌભાંડમાં સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે, જે એજન્સીઓને લાયક ઠેરવવામાં આવી છે અથવા જેમને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે. તેમણે ખોટા ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા હોવાના આક્ષેપો થયા છે. વિગતો મુજબ કેટલીક એજન્સીઓએ ચીફ સિક્યુરિટી ઓફિસરના નકલી સહી અને સિક્કા વાળા અનુભવના પ્રમાણપત્રો રજૂ કર્યા હોવાની રજૂઆત મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવી છે. અમુક એજન્સીઓને કારણ આપ્યા વિના જ રિજેક્ટ કરી દેવાઈ આ બાબતે સૈનિક સિક્યુરિટી દ્વારા પુરાવાઓ સાથે રજૂઆત કરવામાં આવી છે કે, અમુક એજન્સીઓએ ખોટી રીતે ડોક્યુમેન્ટ્સ બનાવીને પાલિકા સાથે છેતરપિંડી કરી છે તેમછતાં વોચ એન્ડ વોર્ડ વિભાગના અધિકારીઓએ આ બાબતે તપાસ કરવાને બદલે તે એજન્સીઓને ક્વોલિફાય કરી દીધી હતી. જ્યારે બીજી બાજુ, જે એજન્સીઓ પાસે સાચા ડોક્યુમેન્ટ્સ અને બહોળો અનુભવ હતો, તેમને નજીવા કારણોસર અથવા કારણ આપ્યા વિના જ રિજેક્ટ કરી દેવાઈ છે. તંત્ર અને શાસકો ગેરરીતિ સામે આંખ આડા કાન કરી રહ્યા હોવાના આક્ષેપ આ સમગ્ર પ્રકરણમાં વોચ એન્ડ વોર્ડ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા શંકાના દાયરામાં છે. કરોડોના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. એવું માનવામાં આવે છે કે જે એજન્સીઓને કરોડોના કામ આપવામાં આવ્યા છે, તેમની સાથે અધિકારીઓની અગાઉથી ગોઠવણ હતી. અન્યાયનો ભોગ બનેલી એજન્સીઓ દ્વારા આક્ષેપ કરાયો છે કે વહીવટી તંત્ર અને શાસકો બધું જાણતા હોવા છતાં આ ગેરરીતિ સામે આંખ આડા કાન કરી રહ્યા છે. શાસકોની છબી પર પણ સવાલો ઉઠી રહ્યા છે પાલિકાના આ ભેદભાવભર્યા વલણને કારણે સિક્યુરિટી એજન્સીઓના વર્તુળમાં ભારે નારાજગી અને આક્રોશ જોવા મળી રહ્યો છે. ખોટા દસ્તાવેજો રજૂ કરનાર એજન્સીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે તેમને શિરપાવ રૂપે કોન્ટ્રાક્ટ આપવામાં આવતા શાસકોની છબી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. બધું પાણી જેવું ચોખ્ખું જ છે, કોઈ ગેરરીતિ કરવામાં આવી નથી ચીફ સિક્યુરિટી ઓફિસર જાગ્રત નાયકે જણાવ્યું હતું કે, આઠ સિક્યુરિટી એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે અને તમામે કાલથી કામ પણ ચાલુ કરી દીધું છે. જે સિક્યુરિટી ઓર્ડર મળ્યો નથી તે લોકો આક્ષેપો કરે છે. ભલે આક્ષેપો કરતા તે તેમનો અધિકાર છે પરંતુ, આમાં કોઈ ખોટું થયું નથી બધું બરાબર જ છે. જે લોકો પર પહેલા લાયસન્સને લઈને આક્ષેપો હતા તેમને લાયસન્સ મળી ગયેલા છે એટલે આમાં બધું પાણી જેવું ચોખ્ખું જ છે. કોઈપણ પ્રકારની ગેરરીતિ કરવામાં આવી નથી.
    Click here to Read More
    Previous Article
    લીમખેડાના પાલ્લી ગામે હનુમાન જયંતી નિમિત્તે લોકોનું ઘોડાપૂર:સ્વયંભૂ પ્રગટ બાલ હનુમાનજીના દર્શને ત્રણ રાજ્યોના ભક્તો ઉમટ્યા
    Next Article
    तीन हफ्ते और जंग चलेगी, ट्रंप ने नहीं सुनी किसी की, बर्बाद हो जाएगी इकॉनमी, मार्केट गिरा धड़ाम से

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment