Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીમખેડાના પાલ્લી ગામે હનુમાન જયંતી નિમિત્તે લોકોનું ઘોડાપૂર:સ્વયંભૂ પ્રગટ બાલ હનુમાનજીના દર્શને ત્રણ રાજ્યોના ભક્તો ઉમટ્યા

    4 days ago

    દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલ્લી ગામે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સ્વયંભૂ ઈચ્છાપૂર્ણ બાલ હનુમંત ધામ ખાતે આજે હનુમાન જયંતીના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક મહોત્સવમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને સમગ્ર મંદિર પરિસર 'જય શ્રીરામ' તથા 'જય હનુમાન'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. હનુમાન જયંતી નિમિત્તે મંદિરમાં વિશેષ પૂજા, અર્ચના અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હનુમાનજયંતીના વિશેષ અવસરે પાલી ધામ ખાતે બિરાજમાન ભગવાન હનુમાનજીના બાલ સ્વરૂપને અત્યંત મનમોહક શણગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દાદાને વિવિધ પ્રકારની વાનગીઓ અને મિષ્ટાન્ન ધરાવી 56 ભોગનો ભવ્ય અન્નકૂટ યોજવામાં આવ્યો હતો. ભક્તોએ ભગવાનના આ દિવ્ય સ્વરૂપ અને અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. શ્રી સ્વયંભૂ ઈચ્છાપૂર્ણ બાલ હનુમંત ધામની આસ્થા માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ પાડોશી રાજ્યો સુધી પ્રસરેલી છે. હનુમાન જયંતીના દિવસે સમગ્ર દાહોદ જિલ્લા ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણહજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. અંતરિયાળ વિસ્તારોમાંથી આવેલા ભક્તોએ લાઈનમાં ઉભારહી દાદાના આશીર્વાદ લીધા હતા. ભક્તોની ભીડને જોતા મંદિર પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને દર્શનનીસુચારૂ વ્યવસ્થા કરવામાં આવી હતી. મહોત્સવના ભાગરૂપે મંદિરમાં વિશેષ હોમાત્મક હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા હવનમાં આહુતિઓ આપવામાં આવી હતી અને લોક કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ વિશાળપાયે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હજારો શ્રદ્ધાળુઓએ આ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. ભક્તોએ શિસ્તબદ્ધ રીતે પ્રસાદ ગ્રહણ કરીસેવા અને ભક્તિનો અનન્ય સંગમ રચ્યો હતો. પાલી ગામના આ મંદિરમાં ભગવાન હનુમાનજીની મૂર્તિ અત્યંત દુર્લભ એવા બાલ સ્વરૂપમાં વિરાજમાન છે. આ મૂર્તિ અહીં સ્વયંભૂ રીતેપ્રગટ થઈ હોવાની પૌરાણિક માન્યતા છે. આ ધામ પ્રત્યે લોકોમાં અતૂટ શ્રદ્ધા છે કે અહીં સાચા હૃદયથી કોઈ પણ માનતા કે બાધા રાખવામાં આવે તો હનુમાનજી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ થતી હોવાને કારણે જ આ મંદિરને 'ઈચ્છાપૂર્ણ હનુમાન' તરીકેઓળખવામાં આવે છે. આમ, આજના પવિત્રદિવસે ભક્તોએ મનોકામના પૂર્ણ થવાની આશા સાથે દાદાના દ્વારે શીશ નમાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસ 5 એપ્રિલે મનપાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે:50% યુવા ઉમેદવારને મેદાનમાં ઉતારાશે: અમિત ચાવડા, રાજકોટના ખાનગી રિસોર્ટમાં બેઠક મળી
    Next Article
    લાયક એજન્સીઓને પડતી મૂકી માનીતીઓને લ્હાણી:મનપાના વોચ એન્ડ વોર્ડ વિભાગમાં કરોડોનું સિક્યુરિટી ટેન્ડર કૌભાંડ, ચીફ સિક્યુરિટી ઓફિસરે આક્ષેપો નકાર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment