Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ:મુક્ત, નિષ્પક્ષ ચૂંટણીઓ અને આચારસંહિતાના અમલ પર ભાર

    4 days ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં એપ્રિલ-2026માં યોજાનારી મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી જી.એચ. સોલંકીએ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ યોજવા તેમજ આદર્શ આચારસંહિતાના કડક અમલ પર ભાર મૂક્યો હતો. આ ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા કરવા માટે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નોડલ અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી. બેઠકની અધ્યક્ષતા કરતા જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામ વિભાગોને સુચારુ સંકલન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવા સૂચના આપી હતી. બેઠક દરમિયાન ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ (EVM) વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનિટરિંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ઉપરાંત, મતપત્રો, ડમી મતપત્રો અને પોસ્ટલ બેલેટના છાપકામ અને તેના વ્યવસ્થાપન અંગે પણ જરૂરી સૂચનો અપાયા હતા. ચૂંટણી પ્રક્રિયાને આધુનિક બનાવવા માટે મીડિયા સંકલન, કોમ્પ્યુટરાઈઝેશન, આઈ.ટી. કામગીરી, સાયબર સિક્યુરિટી, વેબકાસ્ટિંગ અને વિડિયોગ્રાફી અંગે પણ સમીક્ષા કરાઈ હતી. SVEEP અંતર્ગત મતદાતા જાગૃતિ અભિયાન, હેલ્પલાઈન અને ફરિયાદ નિવારણ વ્યવસ્થાના આયોજન પર ભાર મુકાયો હતો. ચૂંટણી પ્રક્રિયામાં જોડાનાર પોલિંગ સ્ટાફના વેલ્ફેર, દિવ્યાંગ તેમજ સ્થળાંતરિત મતદારો માટેની ખાસ વ્યવસ્થાઓ, કસ્ટમાઈઝ્ડ કિટ અને તાલીમ આયોજન અંગે પણ નોડલ અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Tech and gadget launches today (April 2, 2026):Vivo V70 FE, Ambrane introduces semi-solid battery pack, and more
    Next Article
    ICGS શૌર્ય પોરબંદર ખાતે કાયમી તૈનાત:ગુજરાતની દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment