Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ICGS શૌર્ય પોરબંદર ખાતે કાયમી તૈનાત:ગુજરાતની દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનશે

    4 days ago

    ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતના વિશાળ દરિયાકાંઠાની સુરક્ષા મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અત્યાધુનિક જહાજ 'ICGS શૌર્ય' હવે 1 એપ્રિલ, 2026થી કાયમી ધોરણે પોરબંદર ખાતે તૈનાત કરવામાં આવ્યું છે. આ જહાજ અગાઉ ચેન્નાઈ ખાતે કાર્યરત હતું અને તેના આગમનથી અરબી સમુદ્રમાં કોસ્ટ ગાર્ડની ઓપરેશનલ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. 'ICGS શૌર્ય' ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ભારતમાં જ નિર્મિત 'સમર્થ ક્લાસ'નું ઓફશોર પેટ્રોલ વેસલ (OPV) છે. તે સ્વદેશી ટેકનોલોજીથી સજ્જ છે, જે ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા દર્શાવે છે. આ જહાજ આશરે 105 મીટર લાંબુ અને 2300 ટન વજન ધરાવે છે. તે ૨૩ નોટિકલ માઈલની મહત્તમ ઝડપે ગતિ કરી શકે છે. તેની ક્ષમતા એવી છે કે તે સતત 20 દિવસ સુધી દરિયામાં રહીને 6000 નોટિકલ માઈલ સુધીનો પ્રવાસ કરી શકે છે. 'શૌર્ય' CRN-91 ગન, આધુનિક નેવિગેશન અને સર્વેલન્સ સિસ્ટમથી સજ્જ છે. આ ઉપરાંત, તેના પર 'HAL ધ્રુવ' જેવા હેલિકોપ્ટર ઉતારી શકાય છે, જે દરિયાઈ સર્ચ અને રેસ્ક્યુ કામગીરીમાં અત્યંત મદદરૂપ સાબિત થશે. પોરબંદર ખાતે આ જહાજની તૈનાતીનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાઈ સરહદ પર સઘન દેખરેખ રાખવાનો છે. તે અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરશે અને ગુજરાતના માછીમારોની સલામતી સુનિશ્ચિત કરશે. આ જહાજ દરિયાઈ માર્ગે થતી દાણચોરી જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓને અટકાવવામાં અને કાયદાનું પાલન કરાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ઉપરાંત, દરિયામાં આફત સમયે બચાવ કામગીરી અને સર્ચ ઓપરેશન હાથ ધરવા માટે પણ તે સક્ષમ છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ:મુક્ત, નિષ્પક્ષ ચૂંટણીઓ અને આચારસંહિતાના અમલ પર ભાર
    Next Article
    ભરૂચમાં હનુમાન જન્મોત્સવ: 108 ચલિત હનુમાન ચાલીસા શોભાયાત્રા:ભક્તિમય વાતાવરણ, પ્રાચીન મંદિરોની સુરક્ષાનો સંદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment