Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં રોયલ કોમ્પલેક્ષના તોડકામનો વિવાદ:ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાનો મજબૂત હોવા છતાં તોડી પડાઈ હોવાનો આક્ષેપ, દુકાનદારોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

    4 days ago

    ભરૂચ શહેરમાં રોયલ કોમ્પલેક્ષના તોડકામનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. વોર્ડ નંબર 8 માં આવેલા આ કોમ્પલેક્ષની ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો તોડી પાડવામાં આવતા અસરગ્રસ્ત વેપારીઓએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે. રજનીગંધા એપાર્ટમેન્ટ બ્લોક ‘એ’ તરીકે ઓળખાતા રોયલ કોમ્પલેક્ષનો ઉપરનો ભાગ જર્જરિત હાલતમાં હતો. આથી, નગરપાલિકા દ્વારા કોમ્પલેક્ષને હટાવવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. દુકાનદારોનો આક્ષેપ છે કે આ કાર્યવાહી દરમિયાન માત્ર જર્જરિત ભાગ દૂર કરવાની જગ્યાએ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી મજબૂત દુકાનો પણ કોઈ પૂર્વ સૂચના વગર તોડી પાડવામાં આવી છે. દુકાનદારોના મતે, કોન્ટ્રાક્ટરે રજાના દિવસે તકનો લાભ લઈ આ કામગીરી કરી, જેના કારણે તેમને મોટું આર્થિક નુકસાન થયું છે. વેપારીઓનો દાવો છે કે, તેમની દુકાનો સંપૂર્ણપણે સુરક્ષિત હતી અને તેને તોડી પાડવી એ અન્યાયપૂર્ણ તથા ગેરકાયદેસર છે. અસરગ્રસ્તોએ તેમની મુખ્ય માંગોમાં કાર્યવાહીને જર્જરિત ભાગ પૂરતી મર્યાદિત રાખવા, દુકાનોને થયેલા નુકસાનની યોગ્ય ભરપાઈ કરવા અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ અંગે ભરૂચ નગરપાલિકાના સિટી એન્જિનિયર જયેશ સોનાગરાએ જણાવ્યું હતું કે, સમગ્ર કોમ્પલેક્ષનો જર્જરિત ભાગ ઉતારી લેવા માટે ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે. નીચેની દુકાનોની હાલત સારી હોવા અંગેનું સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપવા જે તે દુકાનદારોને જણાવવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    જામનગર પંથકમાં કરા પડ્યા-કચ્છમાં ઝાપટાં:મે મહિનામાં વાવાઝોડાંનો અંબાલાલનો ધડાકો, કેજરીવાલે મુખ્યંત્રીને પત્ર લખ્યો, ભાજપની સેન્સ પ્રક્રિયામાં પહેલા દિવસે જ ધબડકો
    Next Article
    ગઢડામાં ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી:ગઢડા તાલુકાની જિલ્લા અને તાલુકા પંચાયતની 29 બેઠકો માટે 200થી વધુ કાર્યકરોએ દાવેદારી નોંધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment