Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટાઉદેપુરમાં પાણીની ગંભીર સમસ્યા:નગરપાલિકાએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, મહિલા સભ્યોની ચીમકી

    4 days ago

    છોટાઉદેપુર નગરમાં પાણીની સમસ્યા વકરી રહી છે. ઓરસંગ નદીમાં રેતી ખનનને કારણે પાણીનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે. આ મુદ્દે નગરપાલિકાના સત્તાધીશોએ આજે કલેક્ટર કચેરીએ રેલી કાઢી આવેદનપત્ર સુપરત કર્યું હતું. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના સભ્યો જોડાયા હતા. છોટાઉદેપુર નગર માટે ઓરસંગ નદી પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. જોકે, નદીમાંથી મોટા પાયે થઈ રહેલા રેતી ખનનને કારણે જળસ્તર સતત નીચે જઈ રહ્યા છે. આના પરિણામે પીવાના પાણીની સમસ્યા વધી રહી છે. નદી કિનારે આવેલા બે વોટર વર્ક્સ પણ હવે પૂરતું પાણી ખેંચી શકતા નથી. આ સ્થિતિમાં નગરને પીવાનું પાણી પૂરું પાડવા માટે નગરપાલિકાને નર્મદા નિગમ પાસેથી પાણી ખરીદવું પડે છે. આ ખર્ચ નગરપાલિકા માટે મોંઘો સાબિત થઈ રહ્યો છે, છતાં હાલ તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ નથી. નગરપાલિકાના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, નદી કિનારે કરોડોના ખર્ચે પાણી રોકવા માટે ચેકડેમ બનાવવામાં આવ્યો છે. જોકે, નગરજનોનો આક્ષેપ છે કે ખાણ માફિયાઓ દ્વારા આ ચેકડેમને પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. પાણી રોકતા ચેકડેમના કાચના દરવાજા પણ ચોરાઈ ગયા છે, જેના કારણે સંગ્રહ થયેલું પાણી વહી જાય છે. વોટરવર્ક્સ અને ચેકડેમ નજીક જ રેતી ખનન થવાથી સમસ્યા વધુ ગંભીર બની છે. ખાણ અને ખનીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા નગરના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકાના મહિલા કારોબારી અધ્યક્ષે આ સ્થિતિને ગંભીર ગણાવી છે. આ મુદ્દે વારંવાર રજૂઆત કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કડક કાર્યવાહી ન થતા નગરપાલિકાના સત્તાધીશોએ રેલી યોજી હતી. હાલની પરિસ્થિતિ જોતા આગામી ઉનાળામાં પીવાના પાણીની ગંભીર તંગી સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. જો તંત્ર દ્વારા ધ્યાન નહીં અપાય તો મહિલાઓ ગેરકાયદેસર રેતી ખનન સામે મેદાનમાં ઉતરશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. જોકે, આ બાબતે લોકોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને રેતી ખનન પર દેખરેખ વધારવામાં આવી છે. રેતી ચોરી બદલ ₹18 કરોડની વસૂલાત પણ કરવામાં આવી છે. તેમ છતાં, નદી કિનારાના કૂવાના જળસ્તર પણ નીચે ગયા છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ:નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક, આદર્શ આચાર સંહિતાનો કડક અમલ સુનિશ્ચિત કરવા પર ભાર
    Next Article
    સંચાલકોએ ફરજિયાત હોટલ-રેસ્ટોરન્ટમાં બોર્ડ મારવા પડશે, પનીર અસલી કે એનાલોગ:નકલી અને સબ-સ્ટાન્ડર્ડ પનીરનું વેચાણ રોકવા આરોગ્ય મંત્રીની કડક સૂચના, આ રીતે ઓળખો પનીરને

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment