Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ:નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક, આદર્શ આચાર સંહિતાનો કડક અમલ સુનિશ્ચિત કરવા પર ભાર

    4 days ago

    પંચમહાલ જિલ્લા કચેરી ખાતે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેકટર જે.જે.પટેલના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી ચૂંટણીઓની તૈયારીઓની ચર્ચા કરવામાં આવી. એપ્રિલ-2026 દરમિયાન યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પંચમહાલ જિલ્લા તંત્ર દ્વારા સઘન અને સુવ્યવસ્થિત તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી જે.જે.પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે તમામ વિભાગો દ્વારા સંકલિત આયોજન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવી અનિવાર્ય છે. તેમણે આદર્શ આચાર સંહિતાનો કડક અમલ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. બેઠક દરમિયાન ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. જેમાં મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનીટરીંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મતપત્રો, ડમી મતપત્રો અને પોસ્ટલ બેલેટના છાપકામ, મીડિયા સંકલન, કોમ્પ્યુટરાઈઝેશન, આઈ.ટી. કામગીરી, SVEEP અંતર્ગત મતદાતા જાગૃતિ અભિયાન, હેલ્પલાઈન અને ફરિયાદ નિવારણ વ્યવસ્થા અંગે પણ માર્ગદર્શન અપાયું. પોલિંગ સ્ટાફ વેલ્ફેર, દિવ્યાંગ અને સ્થળાંતરિત મતદારો માટેની સુવિધાઓ, કસ્ટમાઈઝ્ડ કિટ અને તાલીમ આયોજન જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. આ સમીક્ષા બેઠકમાં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મોરબી ભાજપ સેન્સમાં પ્રથમ દિવસે 237 દાવેદારોએ દાવેદારી નોંધાવી:આજે હળવદ, મોરબી તાલુકા-જિલ્લા પંચાયત અને માળિયા પાલિકા બેઠકો માટે સેન્સ
    Next Article
    છોટાઉદેપુરમાં પાણીની ગંભીર સમસ્યા:નગરપાલિકાએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, મહિલા સભ્યોની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment