Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી:ગોળીબાર હનુમાનજી મંદિર અને ઝાંઝરીયા હનુમાનજી મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ, અંબિકા માતાજીના મંદિરેથી વાનર સેનાની શોભાયાત્રા

    16 hours ago

    આજે (2 એપ્રિલ) સમગ્ર ગોહિલવાડ પંથકમાં ઠેર ઠેર હનુમાન જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના પ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિર, અધેવાડા પાસેના ઝાંઝરીયા હનુમાનજી મંદિરે આજે સવારથી જ દર્શન કરવા ભાવિકોની ભારે ભીડ ઉમટી પડી હતી. જ્યારે બજરંગ દળ દ્વારા મોડી સાંજે રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળશે.150થી વધુ વાનર સેના નગરચર્યાએ નીકળશે. હનુમાન મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ચૈત્ર સુદ પૂનમના દિવસે રામભક્ત હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર શહેર અને જિલ્લાભરના હનુમાનજી મંદિરમાં આજે સવારથી જ દાદાના દર્શન કરવા ભાવિકો ઉમટી પડ્યા હતા. પ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરે બપોરે 12 વાગે મહાઆરતી કરવામાં આવી હતી.સદગુરુ મદનમોહનદાસ બાપાના આશીર્વાદથી હનુમાન જન્મોત્સવની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ ભક્તો પૂજા અર્ચના કરી રહ્યા હતા. અંબિકા મંદિરેથી વાનર સેનાની શોભાયાત્રા અધેવાડામાં આવેલા પ્રસિદ્ધ ઝાંઝરીયા હનુમાનજી મંદિરે ભાવિકોની ભીડ ઉમટી પડી હતી. બપોર સુધીમાં હજારો ભાવિકોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.મહાઆરતીમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો. અંબિકા માતાજીના મંદિરેથી વાનર સેનાનું તથા દેવી દેવતાઓના વેશ ભૂષા સાથેના ફલોટનું નગરચર્યાએ નીકળવાનું છે. તેમાં વિશેષ ઉપસ્થિતિ સહ આર્શિવચન મહંત ઘનશ્યામ મહારાજ, મહારાજ લોકુરામશર્મા, દુઃખભંજની દેવુમાં, ઉપસ્થિત રહેશે. 151 વાનર નગરચર્યાએ નીકળીને સિંધુનગર વિસ્તારમાં ફરી નગરજનોને દર્શન આપશે. શોભાયાત્રામાં સાધુ-સંતો અને મહંતો જોડાશે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ભાવનગર મહાનગર દ્વારા આગામી 'બલોપાસના દિવસ' અને હનુમાન જન્મોત્સવના પાવન અવસર પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ડૉ.બાબા સાહેબ આંબેડકર પ્રખંડ કુંભારવાડા તલાવડી પ્રેરિત આ શોભાયાત્રા સતત પાંચમા વર્ષે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે નીકળશે. જેમાં બાલા હનુમાન દાદા મંદિર, માઢીયા રોડ, ધનાભાઈની હોટલ પાસે આ શોભાયાત્રામાં શહેરના આદરણીય સાધુ-સંતો, મહંતો અને સામાજિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે.આ શોભાયાત્રા ડીજેના તાલે બાલા હનુમાન મંદિરથી પ્રસ્થાન કરી માઢીયા રોડ, રામદેવજી મહારાજ મંદિર, બાથાભાઈનો ચોક, મેલડી માતા મંદિર, શીતળા માતા ડેરી અને નારી રોડ થઈને પરત ડૉ.બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે નીજ મંદિર પહોંચશે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠામાં બદલી થયેલા પોલીસ અધિકારીઓનો વિદાય સમારંભ:જિલ્લા પોલીસ વડાએ મોમેન્ટો આપી સન્માનિત કર્યાં
    Next Article
    Gujarat Unseasonal Rain LIVE | આંધી, વાવાઝોડું, વરસાદ, રાજ્યમાં અસર | Weather Update | Ambalal |News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment