Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્કૂલમાં પ્રેમ પ્રકરણમાં ફસાયેલી દીકરીને કાઉન્સેલિંગથી બચાવી:પરિવારે મોબાઈલની પાબંદી લાદતા સહેલીના ફોનથી બોયફ્રેન્ડ સાથે વાત શરૂ રાખી, આખરે અભયમે ખોટા આકર્ષણમાંથી ઉગારી

    4 days ago

    આજના આધુનિક યુગમાં કિશોરવસ્થાના બાળકોમાં વધતું જતું વિજાતીય આકર્ષણ અને ટેકનોલોજીનો દુરુપયોગ વાલીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે 181 અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમે વધુ એક વખત મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવીને એક દીકરીને પ્રેમ પ્રકરણના માયાવી જાળમાંથી બહાર કાઢી તેને ગેરમાર્ગે જતી અટકાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દીકરી સ્કૂલના જ એક વિદ્યાર્થી સાથે સતત વાતચીત કરતી હતી વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા અને મોબાઈલ ફોનના વધતા જતા વળગણે કિશોરાવસ્થામાં રહેલા બાળકોના માનસ પર ગંભીર અસરો છોડી છે. જેના કારણે અનેક કિસ્સાઓમાં સંતાનો અને માતાપિતા વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાતી હોય છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે. એક લાચાર પિતાએ 181 હેલ્પલાઈન પર સંપર્ક કરી પોતાની વ્યથા ઠાલવી હતી કે, તેમની દીકરી સ્કૂલના જ એક વિદ્યાર્થી સાથે સતત વાતચીત કરતી હતી. દીકરીએ બહેનપણીના મોબાઈલથી વાતચીત શરૂ રાખી જેના પગલે માતાપિતાએ તેને વારંવાર સમજાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું હતું. વાલીએ દીકરી પર નજર રાખવાનું શરૂ કરી તેના હાથમાં ફોન આવતો બંધ કર્યો હતો. તેમ છતાં દીકરીએ વાતચીત ચાલુ રાખવા માટે પોતાની બહેનપણીના મોબાઈલનો ઉપયોગ કરવાનું શરૂ હતું. ભણવામાં તેજસ્વી દીકરીનું ધ્યાન અભ્યાસ પરથી હટીને બીજી દિશામાં ડાઇવર્ટ થતું જોઈને પિતાએ આખરે અભયમની મદદ માંગી હતી. કિશોરાવસ્થામાં થતાં આકર્ષણોથી માહિતગાર કરી દૂર રહેવા સમજ આપી આ માહિતી મળતા જ અભયમની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી હતી અને માતાપિતા સાથે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. બાદમાં દીકરી સાથે મૈત્રીપૂર્ણ વાતાવરણમાં કાઉન્સેલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અભયમની ટીમે દીકરીને સમજાવ્યું હતું કે, કિશોરાવસ્થામાં થતા આવા આકર્ષણો ક્ષણિક હોય છે જે લાંબા ગાળે જીવન અને કારકિર્દીને બરબાદ કરી શકે છે. ખાસ કરીને ઘરના સભ્યોથી છુપાઈને અને બીજાના ફોન દ્વારા સંપર્ક રાખવામાં જે જોખમો રહેલા છે તેનાથી દીકરીને વાકેફ કરવામાં આવી હતી. દીકરીના હકારાત્મક વલણથી માતા-પિતાએ રાહતનો શ્વાસ લીધો આમ 181 ટીમના મેરેથોન કાઉસિલિંગની દીકરી પર ઊંડી અસર પડી હતી. તેને એ વાતનું ભાન થયું હતું કે તેના પિતા અને પરિવાર તેની પ્રગતિ માટે કેટલા ચિંતિત છે. બાદમાં પોતાની ભૂલનો અહેસાસ થતા દીકરીએ માતા-પિતાને ખાત્રી આપી હતી કે હવેથી તે છોકરા સાથે તમામ પ્રકારના સંબંધો તોડી નાખશે અને પોતાનું સંપૂર્ણ ધ્યાન શિક્ષણ પર કેન્દ્રિત કરશે. આખરે દીકરીના વર્તનમાં આવેલા આ હકારાત્મક પરિવર્તનથી માતા-પિતાએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમણે અભયમ ટીમનો આભાર માનતા કહ્યું હતું કે, જો સમયસર મદદ ન મળી હોત તો દીકરી કદાચ કોઈ મોટી મુસીબતમાં મુકાઈ હોત.
    Click here to Read More
    Previous Article
    43% of trees transplanted for Central Vista projects “perished”, says govt
    Next Article
    ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કારણે બ્લાસ્ટ થતાં 3 ઈજાગ્રસ્ત:ડિંડોલીમાં ગેસ લીકેજ બાદ લાઈટની સ્વીચ પાડતા જ પ્રચંડ વિસ્ફોટ સર્જાયો, બે માસૂમ બાળકો અને માતા ગંભીર રીતે દાઝ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment