Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યના એકમાત્ર અંજની માતા મંદિરે જન્મોત્સવ:અમદાવાદમાં રાજભા ગઢવીના ડાયરાની રમઝટ સાથે હનુમાનજીની ભક્તિનો અનોખો સંગમ રચાયો

    4 days ago

    અમદાવાદના થલતેજ ટેકરા નજીક, દુરદર્શન ચાર રસ્તા પાસે આવેલું અંજની માતા હનુમાનજી મંદિર આજે ભક્તિમય માહોલમાં રંગાયું છે. રાજ્યના આ એકમાત્ર અનોખા મંદિરમાં આજે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનેલા આ મંદિરને આજે સવારથી જ મનમોહક ફૂલોથી શણગારવામાં આવ્યું છે. મહંત વિજયદાસજી મહારાજની નિશ્રામાં પરંપરાગત રીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજભા ગઢવીના ડાયરાની જામશે જમાવટ આ વર્ષની ઉજવણીની વિશેષતા એ છે કે, જન્મોત્સવની સંધ્યાએ મંદિરના પ્રાંગણમાં લોકપ્રિય કલાકાર રાજભા ગઢવી દ્વારા ભવ્ય સંતવાણી અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે અહીં ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા ભજન-કીર્તનની પ્રસ્તુતિ કરવામાં આવે છે, જેનો હજારો ભાવિકો લાભ લેતા હોય છે. દિવસભરના ધાર્મિક કાર્યક્રમોનું શિડ્યુલ હનુમાન જન્મોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિનો ધોધ વહી રહ્યો છે. કાર્યક્રમોની વિગત નીચે મુજબ છે: 04:00 વાગ્યે: હનુમાનજી મહારાજનો અભિષેક 06:00 વાગ્યે: મંગળા આરતી 08:00 વાગ્યે: મારુતિ હવન 11:00 વાગ્યે: ધ્વજા રોહણ 12:30 વાગે: શ્રીફળ હોમવાની વિધિ 06:30 વાગ્યે: સંધ્યા આરતી 07:00 વાગ્યે: મહાપ્રસાદીનું વિતરણ 07:30 વાગ્યે: ભવ્ય સંતવાણી અને લોક ડાયરો 70 વર્ષ જૂનો ભવ્ય ઇતિહાસ છેલ્લા 70 વર્ષથી સ્થાપિત આ મંદિર માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં હનુમાનજીની સાથે તેમના માતૃશ્રી અંજની માતા પણ બિરાજમાન છે અને તેમની નિત્ય પૂજા થાય છે. પશ્ચિમ વિસ્તારમાં લાખો શ્રદ્ધાળુઓ માટે આ આસ્થાનું ધામ છે. મંદિર દ્વારા માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ પણ સતત ચલાવવામાં આવે છે. આ વર્ષે 2 એપ્રિલના રોજ સવારથી મોડી રાત સુધી ભક્તો માટે દર્શન અને પ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં 181 અભયમની માનવીય સંવેદના:અટવાયેલી મહિલાને બાળકો સાથે મિલાવી, પરિવારે હેલ્પલાઇનનો માન્યો હૃદયપૂર્વક આભાર
    Next Article
    "No One Told Me": Mamata Banerjee On Hostage Incident After Top Court's Rap

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment