Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરમપુરમાં એડિશનલ સેશન્સ જ્જના બંધ બંગલામાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ:તસ્કરોએ પ્રવેશ કરી સામાન વેરવિખેર કર્યો; પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

    9 hours ago

    ધરમપુરના દશોદ્રી ફળિયા વિસ્તારમાં આવેલા એડિશનલ સેશન્સ જજ એમ.એ. મિરઝાના બંધ બંગલામાં અજાણ્યા તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તસ્કરોએ બંગલામાં પ્રવેશ કરી સામાન વેરવિખેર કર્યો હતો, પરંતુ કોઈ કિંમતી ચીજવસ્તુની ચોરી થઈ ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઘટના અંગે ધરમપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, જજ એમ.એ. મિરઝા ગત 28મી માર્ચ, 2026થી રજા પર હોવાથી તેમનો ભાડાનો બંગલો બંધ હતો. આનો લાભ ઉઠાવી તસ્કરોએ બંગલાના પાછળના ભાગે આવેલા ગ્રીલનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો હતો. આ બનાવ ૧લી એપ્રિલના રોજ સવારે નવ વાગ્યાની આસપાસ પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે કોર્ટના પટાવાળા હરેશભાઈ જજનો કોટ લેવા બંગલે પહોંચ્યા હતા. હરેશભાઈએ બંગલાનો પાછળનો દરવાજો ખુલ્લો જોતા તરત જ કોર્ટના રજિસ્ટ્રાર હેમંતભાઈ નટુભાઈ પટેલને જાણ કરી હતી. રજિસ્ટ્રાર અને અન્ય કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તપાસ દરમિયાન, બંગલાની નાની ઓરડીમાં મૂકેલો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. જજ એમ.એ. મિરઝા સાથે વાતચીત કર્યા બાદ સ્પષ્ટ થયું હતું કે બંગલામાંથી કોઈ પણ પ્રકારની માલમત્તા કે ચીજવસ્તુની ચોરી થઈ નથી. તસ્કરો માત્ર ચોરીના ઈરાદે ઘૂસ્યા હતા, પરંતુ સફળ થયા નહોતા. આ અંગે એડિશનલ સેશન્સ કોર્ટમાં રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા હેમંતભાઈ નટુભાઈ પટેલે ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ધરમપુર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S) ની કલમ 331(3), 331(4), 305(એ) અને 62 હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નાના અંબાજીમાં ત્રિદિવસીય ચૈત્રી મેળો પૂર્ણ:મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી
    Next Article
    Ramayana Teaser: Ranbir Kapoor Exudes Regal Grace In First Look As Ram

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment