Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાના અંબાજીમાં ત્રિદિવસીય ચૈત્રી મેળો પૂર્ણ:મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી

    2 days ago

    સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા સ્થિત નાના અંબાજીના અંબિકા માતાજી મંદિરે ત્રિદિવસીય ચૈત્રી મેળો આજે પૂર્ણ થયો છે. ચૈત્રી પૂનમ નિમિત્તે વહેલી સવારે યોજાયેલી મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. આ મેળાના સમાપન દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે પહોંચ્યા હતા. કેટલાક ભક્તોએ માતાજીના શિખર પર ધજા પણ અર્પણ કરી હતી, જે ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક બની રહ્યું હતું. ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરના મેનેજર દિલીપસિંહ કુંપાવતે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મંગળવારથી શરૂ થયેલો ત્રિદિવસીય ચૈત્રી પૂનમનો મેળો આજે સમાપ્ત થયો છે. ગુરુવારે ચૈત્રી પૂનમ હોવાથી ભક્તોનો પ્રવાહ વહેલી સવારથી જ મંદિર પરિસરમાં જોવા મળ્યો હતો. સવારે 6 વાગ્યે યોજાયેલી મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. શ્રદ્ધાળુઓએ મંગળા આરતીનો લાભ લઈને પૂનમે કમળ પર સવારી કરતા માતાજીના દર્શન કર્યા હતા અને તેમના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ મનપાના 48 વોર્ડ માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ:7 સ્થળ પર 24 વોર્ડના દાવેદારોને સાંભળશે, આ 12 નિરીક્ષકો આપશે હાઇકમાન્ડને રિપોર્ટ
    Next Article
    ધરમપુરમાં એડિશનલ સેશન્સ જ્જના બંધ બંગલામાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ:તસ્કરોએ પ્રવેશ કરી સામાન વેરવિખેર કર્યો; પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment