Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોલામાં શિવકથાનો પ્રારંભ:ભાડજ સુપર સિટીથી પોથીયાત્રા કાઢવામાં આવી

    4 days ago

    અમદાવાદના સોલા ખાતે શિવકથાનો પ્રારંભ થયો છે. સાયન્સ સિટી રોડ પર સિમ્સ હોસ્પિટલ સામે આવેલા એએમસી મેદાનમાં 1 એપ્રિલ, 2026થી 9 એપ્રિલ, 2026સુધી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના પ્રારંભ પૂર્વે ભાડજ સુપર સિટીથી પોથીયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા પટેલ પરેશભાઈ અમૃતલાલ કુંડાળવાળાના નિવાસસ્થાનથી શરૂ થઈ હતી. આ પ્રસંગે નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મોટા બાર કડવા પાટીદાર સમાજ સુધારક મંડળ દ્વારા આ શિવકથાનું આયોજન કરાયું છે. વ્યાસપીઠ પર લંકેશબાપુ બિરાજમાન થઈ શિવકથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથા દરરોજ રાત્રે8:00 થી 11:00 વાગ્યા સુધી યોજાય છે. તેમાં વિવિધ સમાજ અને જ્ઞાતિના શિવભક્તો મોટી સંખ્યામાં હાજરી આપી રહ્યા છે. સભામંડપમાં ભક્તો માટે વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત, વિશિષ્ટ મહાનુભાવો અને દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પાંડેસરામાં 27 વર્ષ પહેલાં થયેલી હત્યાનો આરોપી બિહારથી ઝડપાયો:ખેત મજૂરી કરી પોલીસને થાપ આપતો હતો, ટેકનિકલ સર્વેલન્સ-બાતમીદારોની મદદથી બિહારમાં ઓપરેશન
    Next Article
    ગીર સોમનાથમાં જુગારીઓ પર પોલીસની તવાઈ:કોડીનારમાં એક જ રાત્રે બે દરોડા: યુનિયન બેન્ક નજીક તેમજ માર્કેટયાર્ડ પાછળથી ₹29,530 સાથે 10 આરોપી ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment