Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંગેતરની સામે જ યુવકને છરીના ઘા ઝીંકી લૂંટ:ભાવનગરમાં રાતના વાત કરવા નીકળેલા યુવક-યુવતીને બે બુકાનીધારીએ ટ્રાર્ગેટ કર્યા

    4 days ago

    ભાવનગરના ઈસ્કોન કલબથી આગળ વિક્ટોરીયા પાર્કની પાછળના ભાગે 1 એપ્રિલની મોડીરાતે લૂંટની ઘટના સામે આવી છે. શહેરના કાળીયાબીડ વિસ્તારમાં શક્તિ માઁના મંદિર પાસે રહેતો મનદિપસિંહ દિલીપસિંહ યાદવ (ઉં.વ 25) ગતરાત્રે 11 વાગ્યાના અરસામાં તેની મંગેતરી દિશા ડાભી સાથે બાઈક ઉપર આંટો મારવા માટે નીકળ્યા હતા. તે વેળાએ શહેરના વિક્ટોરીયા પાર્કની પાછળના ભાગે ઈસ્કોન કલબથી સાગવાડી જવાના માર્ગ પર વળાંકમાં બન્ને બાઈક પાર્ક કરીને વાતો કરી રહ્યાં હતાં. આ સમયે બાઇકમાં સવાર બે શખસે આવી યુવકને છરી બતાવી તમામ સામાન આપી દેવાનું કહ્યું હતું. યુવકને છરીના બે ઘા માર્યા આ સમયે હાથાપાઈ થતાં તસ્કરોએ મનદિપસિંહને છરીના બે ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી તેનું પાકીટ તેમજ દિશાબેનનું પર્સ અને મોબાઈલ મળી અંદાજિત 8થી 10 હજાર રોકડની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતાં. દરમિયાન ઈજાગ્રસ્ત મનદિપસિંહને ગંભીર હાલતે ભાવનગર સર. ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ઘટનાની જાણ થતા લોકલ ક્રાઈમ બ્રાંચ, એસઓજી અને નિલમબાગ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. બાદ હુમલાખોર શખસોને ઝબ્બે કરવા પોલીસે કવાયત્ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Meta, Snapchat, TikTok and YouTube aren’t fully complying with child account ban, Australia says
    Next Article
    ચૈત્રી પૂનમે ચોટીલામાં 1.50 લાખથી વધુ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર:40 ડિગ્રી તાપમાનમાં પણ ભક્તોએ ચામુંડાના દર્શન કર્યા; અતૂટ આસ્થાનો અવિરત પ્રવાહ; 150થી વધુ સેવા કેમ્પો કાર્યરત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment