Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૈત્રી પૂનમે ચોટીલામાં 1.50 લાખથી વધુ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર:40 ડિગ્રી તાપમાનમાં પણ ભક્તોએ ચામુંડાના દર્શન કર્યા; અતૂટ આસ્થાનો અવિરત પ્રવાહ; 150થી વધુ સેવા કેમ્પો કાર્યરત

    2 days ago

    ચૈત્રી પૂનમ એટલે શક્તિની આરાધનાનો પવિત્ર દિવસ. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે બિરાજમાન મા ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું છે. આકરી ગરમી અને 40 ડિગ્રી તાપમાન પણ ભક્તોની શ્રદ્ધાને ડગાવી શક્યું નથી. અંદાજે દોઢ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પદયાત્રીઓથી ઉભરાયા હાઈવે: 150થી વધુ સેવા કેમ્પો કાર્યરત ચૈત્રી પૂનમે ચોટીલા ડુંગર પર ધજા ચડાવવાનું વિશેષ મહત્વ હોવાથી ઉત્તર ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરથી હજારો ભક્તો પગપાળા ચોટીલા પહોંચી રહ્યા છે. વિરમગામ-લખતર-સુરેન્દ્રનગર હાઈવે હાલ પદયાત્રીઓથી ભરાઈ ગયો છે. ઝાલાવાડની ધરતી પર સેવાભાવી યુવાનો અને સંસ્થાઓ દ્વારા 150થી વધુ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. ડુંગર પરની વ્યવસ્થા: 24 કલાક પ્રસાદ અને ગરમીથી રક્ષણ ચોટીલા ડુંગર મહંત પરિવારના વસંતગીરીબાપુના જણાવ્યા અનુસાર, ભક્તોના ભારે ધસારાને ધ્યાને રાખીને પૂનમના દિવસે ૨૪ કલાક પ્રસાદની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી છે. કાળઝાળ ગરમીને કારણે તળેટીથી ડુંગર સુધીના માર્ગ પર લીલી તાડપત્રી બાંધીને છાંયો કરવામાં આવ્યો છે, જેથી ભક્તોને ચઢાણ વખતે રાહત રહે. સાથે જ પીવાના ઠંડા પાણીની ઠેર-ઠેર વ્યવસ્થા ઉભી કરાઈ છે. ચોટીલા પહોંચવાના વિવિધ માર્ગો સમગ્ર ગુજરાતમાંથી ભક્તો અલગ-અલગ રસ્તેથી ચોટીલા પહોંચી રહ્યા છે: ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વહીવટી સજ્જતા લીંબડી ડીવાયએસપી વી.એમ. રબારીના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. ભાદરવી પૂનમે જે રીતે અંબાજીનું મહત્વ છે, તે જ રીતે ચૈત્રી પૂનમે ચોટીલામાં ભક્તિ, શ્રદ્ધા અને સેવાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મંગેતરની સામે જ યુવકને છરીના ઘા ઝીંકી લૂંટ:ભાવનગરમાં રાતના વાત કરવા નીકળેલા યુવક-યુવતીને બે બુકાનીધારીએ ટ્રાર્ગેટ કર્યા
    Next Article
    Amid gas shortage, how greater reliance on coal-based power during summer spurs concerns of solar curtailment

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment