Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છમાં ચૂંટણી માટે તંત્ર સજ્જ:વિવિધ વિભાગોને સોંપાઈ જવાબદારીઓ

    8 hours ago

    આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લામાં તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગોના અધિકારીઓને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પાર પડે તે માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચની દેખરેખ, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પોસ્ટલ બેલેટ વ્યવસ્થા, આદર્શ આચાર સંહિતાનું પાલન તેમજ SVEEP કાર્યક્રમ દ્વારા મતદારોમાં જાગૃતિ લાવવાની કામગીરી હાથ ધરાશે. સાથે જ તાલીમ કાર્યક્રમો, ઈ-ગવર્નન્સ મેનેજમેન્ટ અને સ્ટાફ/મેનપાવર મેનેજમેન્ટ માટે પણ અલગ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. મતદાન કેન્દ્રોને સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ તરીકે વર્ગીકૃત કરી સુરક્ષા માટે વિશેષ આયોજન કરવામાં આવશે. પોલીસ વિભાગ દ્વારા સિક્યુરિટી ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવશે. જિલ્લા તંત્ર દ્વારા તમામ પ્રક્રિયાઓનું સંકલન કરી સમયસર અહેવાલ રાજ્ય ચૂંટણી આયોગને પાઠવવામાં આવશે. આ તૈયારીઓના પગલે કચ્છ જિલ્લામાં ચૂંટણી શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કયા અધિકારીને કઈ જવાબદારી સોંપાઈ
    Click here to Read More
    Previous Article
    આરોગ્ય વિભાગમાં ફેરબદલી:આરોગ્ય વિભાગમાં 32 CHOની આંતરિક ફેરબદલીના આદેશ
    Next Article
    Iran Was Laughing At Us, Proud To Correct Obama's Mistake: Trump

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment