Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોગ્ય વિભાગમાં ફેરબદલી:આરોગ્ય વિભાગમાં 32 CHOની આંતરિક ફેરબદલીના આદેશ

    2 days ago

    કચ્છ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા આંતરિક બદલીઓનો કરવામાં આવી છે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા 32 કોમ્યુનિટી હેલ્થ ઓફિસર્સ (CHO) ની બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને સબ-સેન્ટરો પર ફરજ બજાવતા આ કર્મચારીઓની બદલી તેઓની સ્વ-વિનંતીના આધારે કરવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવેલા આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ તમામ બદલીઓ કર્મચારીઓની અંગત વિનંતીથી થઈ હોવાથી તેમને નિયમ મુજબ મળવાપાત્ર કોઈ પણ પ્રકારનું ભથ્થું કે હાજર સમયનો લાભ મળશે નહીં. આ આદેશનો અમલ તાત્કાલિક અસરથી કરવા માટે સંબંધિત તાલુકા હેલ્થ ઓફિસરોને સૂચના આપી દેવામાં આવી છે. આ બદલીઓમાં લખપત, ભુજ અને અબડાસામાંથી 5-5 CHO ની અન્યત્ર બદલી થઈ છે. આ ઉપરાંત રાપરમાંથી 2, મુન્દ્રામાંથી 2, નખત્રાણામાંથી ૩, ભચાઉમાંથી ૩ અને અંજાર તાલુકામાંથી 4 તેમજ માંડવીમાંથી 1 કર્મચારીની બદલી કરવામાં આવી છે. નિમણૂકની વાત કરીએ તો, સૌથી વધુ 15 જેટલા CHO ને ભુજ તાલુકાના વિવિધ સબ-સેન્ટરોમાં સ્થાન મળ્યું છે, જ્યારે અંજારમાં 5, ભચાઉમાં ૩, નખત્રાણામાં ૩, ગાંધીધામમાં ૨, માંડવીમાં 1 અને અબડાસામાં 1 કર્મચારીની નિમણૂક કરવામાં આવી છે. આ ફેરબદલીના કારણે લાંબા સમયથી પોતાના વતન કે અનુકૂળ સ્થળની રાહ જોતા આરોગ્ય કર્મચારીઓને મોટી રાહત મળી છે.
    Click here to Read More
    Previous Article
    સાળંગપુર ધામમાં હનુમાન જયંતી ઉત્સવનો આરંભ, શણગાર આરતી શરૂ:8 કિલો પ્યોર સોનામાંથી બનેલા સુવર્ણ વાઘામાં સજ્જ શ્રીકષ્ટભંજનદેવ, 151 કિલોની કેક અને 1 લાખ બલૂન ડ્રોપિંગ સાથે જન્મોત્સવ મનાવાશે
    Next Article
    કચ્છમાં ચૂંટણી માટે તંત્ર સજ્જ:વિવિધ વિભાગોને સોંપાઈ જવાબદારીઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment