Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંગળબજારમાં ચોરી કરતાં ચોરોને સ્થાનિકોએ દબોચ્યા:ડુપ્લિકેટ ચાવીથી દુકાનનું તાળું ખોલીને ચોરીનો પ્રયાસ કરતા બે તસ્કર પકડાયા

    4 days ago

    મંગળબજારમાં આવેલી એક કાપડની દુકાનમાં ડુપ્લિકેટ ચાવી વડે પ્રવેશ કરી ચોરી કરવાનો પ્રયાસ કરતા બે અજાણ્યા ઇસમોને સ્થાનિકોએ છત પરથી ઝડપી પોલીસને હવાલે કર્યા છે. મંગળબજારમાં ‘સૂર્યા ફેશન’ નામની કાપડની દુકાન ધરાવતા દિપક બેલાણીએ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આ ઘટના 31 માર્ચના રોજ રાત્રિના સમયે બની હતી. ફરિયાદી રાત્રે 9:15 વાગ્યે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. ત્યારબાદ રાત્રિના આશરે 10:30 વાગ્યે પાડોશમાં રહેતા મિત્ર પિયુષ પટેલે ફોન કરીને જાણ કરી હતી કે દુકાનની અંદરથી અવાજ આવે છે. શંકા જતાં ફરિયાદીએ અન્ય એક મિત્ર મિતેશભાઈ ખત્રીને તપાસ કરવા મોકલ્યા હતા. મિતેશભાઈએ જોયું તો દુકાન પાસે એક રિક્ષા ઉભી હતી અને અંદરથી અવાજ આવતો હતો. તેમણે તુરંત બહારથી દરવાજો બંધ કરી બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. તસ્કરોએ પકડાઈ જવાની બીકે દુકાનની બાજુમાં આવેલા ઘરની છત પર કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતર્ક રહીશોએ બંનેને ઝડપી લીધા હતા. બંનેને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. સિટી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, તસ્કરોએ દુકાનના મુખ્ય દરવાજાના તાળાની ડુપ્લિકેટ ચાવી બનાવીને અંદર પ્રવેશ કર્યો હતો. દોઢ માસ પૂર્વે નોકરી ગઈ હતી નકલી ચાવીથી તાળું ખોલ્યું ઈસ્માઈલ દિવાન ફરિયાદીની દુકાનમાં નોકરી કરતો હતો. જ્યારે દોઢ મહિના પહેલા તેને નોકરી પરથી છૂટો કર્યો હતો. જ્યારે આરોપી પાસે દુકાનની ડુપ્લિકેટ ચાવી હતી. જેના આધારે તેને આ ચોરી કરવાનો ઈરાદો કર્યો હતો. > કે.ડી.માંગરોલીયા,પીઆઈ,સીટી પોલીસ મથક
    Click here to Read More
    Previous Article
    વડોદરા જિલ્લા પંચાયત-પાલિકામાં દાવેદારોનો ભારે ધસારો:કેતન ઈનામદારના ભાઈની ગોઠડા બેઠક માટે દાવેદારી, માજી સભ્યોએ પણ ટિકિટ માગી
    Next Article
    ‘If this was our village, we’d have cooked on a chulha’: Despair and fatigue in long lines for gas in Noida

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment