Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા જિલ્લા પંચાયત-પાલિકામાં દાવેદારોનો ભારે ધસારો:કેતન ઈનામદારના ભાઈની ગોઠડા બેઠક માટે દાવેદારી, માજી સભ્યોએ પણ ટિકિટ માગી

    4 days ago

    વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણી 26 એપ્રિલે યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે વડોદરા જિલ્લા ભાજપ દ્વારા વંદે કમલમ અને કરજણ એપીએમસી ખાતે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. બે જૂથમાં કરાયેલી આ સેન્સ પ્રક્રિયામાં સાવલી નગર-તાલુકો, ડેસર તાલુકો, ડભોઈ નગર- તાલુકો અને શિનોરની બેઠકો માટે અંદાજે 300થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. કેતન ઈનામદારે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે, ત્યારે તેમના ભાઇ સંદીપ ઇનામદારે ગોઠડા બેઠક માટે દાવેદારી કરી હતી. નિરીક્ષક તરીકે પૂર્વ શહેર પ્રમુખ નીતિન ઠાકર, પ્રદેશ કારોબારી સભ્ય અમિતાબેન પટેલ અને તાપીના પૂર્વ જિલ્લા મહામંત્રી વિક્રમ તરસાડિયા સવારે 9 કલાકે વંદે કમલમ ખાતે પહોંચ્યાં હતાં. જિલ્લા ભાજપના કાર્યાલયમાં સવારે 9 વાગે સાવલી નગર પાલિકાના દાવેદારોને સાંભળ્યા હતા. જે બાદ સવારે 11 વાગે ડેસર તાલુકા અને બપોરે 2:30 વાગે સાવલી તાલુકા પંચાયતની બેઠકો માટે દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. વંદે કમલમ ખાતે મોટી સંખ્યામાં દાવેદારો બાયોડેટા લઈને પહોંચ્યા હતા. જ્યારે રાતે 9 વાગ્યા બાદ પણ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા કરાઈ હતી. ઉપરાંત જૂથ 2માં કરજણ એપીએમસી ખાતે ડભોઈ નગર, ડભોઈ તાલુકો અને શિનોરની બેઠકો માટે દાવેદારોએ દાવેદારી નોંધાવવા માટે પ્રક્રિયા હાથ ધરી હતી. ઉમેદવારો સ્થળ પર જ પોતાનાં ફોર્મ ભરતા નજરે ચઢ્યાં હતાં. રાતે 9 વાગ્યા સુધી 520 જેટલા લોકોએ દાવેદારી નોંધાવી ભાસ્કર ઇનસાઇડ ભાદરવા બેઠકની 1 સીટ માટે સૌથી વધુ 17 દાવેદારો જિ.પં.ની સાવલીની 5 બેઠક પૈકી 1 ભાદરવાની બેઠક છે. ભાદરવામાંથી જિલ્લા પંચાયતનાં પ્રમુખ તરીકે ગાયત્રીબા મહિડા ચાલુ ટર્મમાં હતાં. ચૂંટણીમાં પૂર્વપ્રમુખના પતિ મૂળરાજસિંહ મહિડાએ દાવેદારી નોંધાવી છે. ઉપરાંત ભાદરવા સીટ પરથી કેતન ઈનામદારના ખાસ આકાશ પટેલ, નગર પાલિકા ઉપપ્રમુખ અને ધારાસભ્યના ખાસ ચેતન દવે, પૂર્વ સરપંચ અશોક ગામેચી, સરપંચ પતિ મહિપતસિંહ રાણા સહિત 17 દાવેદાર નોંધાયા છે. જિલ્લા પંચાયતોના માજી સભ્યોએ પણ ટિકિટ માગી ઉમેદવારી કરનાર 3 વર્ષથી સક્રિય સભ્ય હોવો જરૂરી દરેક ઉમેદવારને સાંભળ્યા છે. દાવેદારી કરનાર 3 વર્ષથી સક્રિય સભ્ય હોવો જોઈએ. જે ઠેકાણેથી ટિકિટ માગે છે ત્યાં સક્રિય સભ્ય હોવો જરૂરી છે. પક્ષે વયમર્યાદા 60 વર્ષની નક્કી કરી છે. - વિક્રમ તરસાડિયા, પૂર્વ જિલ્લા મહામંત્રી, તાપી સંદીપ ઇનામદારે ગોઠડા બેઠક માટે ટિકિટ માગી ધારાસભ્ય કેતન ઈનામદારના ભાઈ સંદીપ ઈનામદારે જિલ્લા પંચાયતની ગોઠડા બેઠક પરથી દાવેદારી નોંધાવી હતી. નોંધનીય છે કે, કેતન ઈનામદારે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે ત્યારે તેમના ભાઈએ ફોર્મ ભર્યું છે. દાવેદાર મહિલાએ વંદે કમલમમાં બાળકને ઘોડિયામાં સૂવડાવ્યું જિલ્લા ભાજપ કાર્યાલય વંદે કમલમ ખાતે સવારે 10 વાગ્યાથી સાવલી નગર અને ડેસર તાલુકા માટે દાવેદારી નોંધાવવા મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા. દાવેદારોની ભીડ વચ્ચે મહિલા બાળકને પણ સાથે લાવી હતી. જેને વંદે કમલમના હોલમાં જ ઘોડિયામાં સૂવડાવતી નજરે ચઢી હતી.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પ થોડી વારમાં અમેરિકી જનતાને સંબોધિત કરશે:ઈરાન યુદ્ધમાં જીતની ઘોષણા કરી શકે છે, નાટો છોડવાની પણ જાહેરાત શક્ય
    Next Article
    મંગળબજારમાં ચોરી કરતાં ચોરોને સ્થાનિકોએ દબોચ્યા:ડુપ્લિકેટ ચાવીથી દુકાનનું તાળું ખોલીને ચોરીનો પ્રયાસ કરતા બે તસ્કર પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment