Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈની આર્થર રોડ જેલમાં ઘડાયો રાજકોટની જવેલર્સમાં ચોરીનો પ્લાન:ચોરીની એક કલાક પહેલા રેકી ને અંજામ આપ્યા બાદ ઘરે જઈને સૂઈ ગયા, ગણતરીની કલાકોમાં જ છની અટકાયત

    12 hours ago

    રાજકોટ શહેરના સોની બજારમાં થયેલી ચોરીનું મુંબઇ કનેક્શન સામે આવ્યું છે. ગધીવાડની અમિત જવેલર્સમાં થયેલી ચોરીનું આખેઆખું કાવતરું મુંબઈની આર્થર રોડ જેલમાં ઘડાયું હતું. જે બાદ મુંબઈનો માહિર ચોર અને અન્ય પાંચ તસ્કરોની ટોળકી રાજકોટમાં ત્રાટકી હતી. જે મામલે પોલીસે ગણતરીની કલાકોમાં જ છ શખ્સોની ટોળકીને ઝડપી લઇ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સવારે 6 વાગ્યે દુકાનના તાળા તૂટ્યાનો ફોન આવ્યો હતો લીમડા ચોક નજીક ડિજીબી પેલેસ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા સોની વેપારી મનિશભાઈ રમણભાઈ રાણપરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું સોની બજાર નવા નાકા રોડ પર મારુતી પ્લાઝા કોમ્પ્લેક્ષની સામે ગધીવાડ શેરીમાં અમિત જવેલર્સ નામની દુકાન ધરાવી વેપાર કરૂ છું. ગત તા.30.03.2026ના રોજ રાત્રીના 9 વાગ્યાની આસપાસ હું તથા મારો દિકરો જય અમારી દુકાન બંધ કરીને ઘરે જતા રહ્યા હતા. બાદમાં આજે સવારે 6 વાગ્યા આસપાસ અમારી દુકાનની નજીક નિહારનો સામાન વેચતા રમેશભાઈ દ્વારા અમને જાણવા મળ્યું કે, અમારી દુકાનના તાળા તુટેલા છે જેથી હું તથા મારો દિકરો જય તાત્કાલિક અમારી દુકાન અમિત જવેલર્સ ખાતે પહોંચ્યા હતા. 50 હજારના બે રોકડ રકમ ગણવાના મશીનો મળી આવ્યા ન હતા અમારી દુકાનના બહારના લાકડાના દરવાજા પર મારેલ ચાર લોક તથા એક મોટું લોક તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું અને દુકાનનો દરવાજો ખુલ્લો હતો. દુકાનનો અંદરનો કાચનો સ્લાઈડર દરવાજો પણ ખુલ્લો હતો. બાદ દુકાનની અંદર જઈ જોતા દુકાનના બે સીસીટીવી કેમેરા પણ તુટેલી હાલતમાં હતા. બાદ દુકાનની અંદર રહેલ આશરે રૂ.50 હજારની કિંમતના બે રોકડ રકમ ગણવાના મશીનો મળી આવ્યા ન હતા જેથી ફરિયાદ નોંધાવી હતી. 6 શખ્સોને અટકાયતમાં લઇ ચોરીમાં ગયેલો મુદ્દામાલ પકડી પાડ્યો ચોરીના બનાવનો તાત્કાલિક ભેદ ઉકેલી તસ્કરોને ઝડપી લેવાની પોલીસ કમિશનરની સૂચનાને પગલે એ ડિવિઝન પોલીસ અને એલસીબી ઝોન-2ની અલગ-અલગ ટીમો કામે લાગી હતી. આ દરમિયાન પોલીસે સંયુક્ત બાતમીના આધારે પેલેસ રોડ નજીક પદ્મકુંવરબા હોસ્પિટલ સામેથી શંકાસ્પદ સફેદ કલરની i20 કાર સાથે 6 શખ્સોને અટકાયતમાં લઇ ચોરીમાં ગયેલો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. ઝડપાયેલા શખ્સોની પૂછપરછ કરતા તેમણે સોની બજારની અમિત જવેલર્સમાં વહેલી સવારે ચોરી કર્યાની કેફીયત આપતાં શુભમ સુભાષભાઈ સોની, ભાવિક કિરણભાઈ સીતાપરા, જયદીપ નરેશભાઈ કાકડિયા, મિલન દિલીપભાઈ ગોંડલીયા, ધવલ દિલીપભાઈ સુરેલા અને રાકેશ કાળુભાઇ બોરસાણીયાની ધરપકડ કરી રૂ.50 હજારની કિંમતના રોકડ ગણવાના બે મશીન, જીજે.03.એમઆર.0410 કાર મળી કુલ રૂ.5.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેલમાં મુલાકાત થઈ ને ચોરીનું કાવતરું ઘડાયું હતું ઝડપાયેલા શખ્સોએ પોલિસની પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત આપી હતી કે, મુંબઈનો તસ્કર શુભમ ચોરીના ગુનામાં આર્થર રોડ જેલમાં બંધ હતો. ત્યારે જ મિલન ગોંડલીયાનો ભાઈ સાવન પણ ફ્રોડના ગુનામાં અહીં જેલમાં હતો. જેલમાં શુભમ અને સાવનની મુલાકાત થઇ હતી. બાદમાં સાવને મિલનની મુલાકાત શુભમ સાથે કરાવી હતી અને ચોરીનું કાવતરું ઘડાયું હતું. શુભમ ચોરી કરવામાં માહિર હોય મિલને તેને અહીં ચોરી કરવા બોલાવ્યો હતો. ચોરીને અંજામ આપ્યાની એકાદ કલાક પૂર્વે તસ્કરો સોની બજારમાં આવી રેકી કરી વધુમાં તસ્કરોએ જણાવ્યું હતું કે, ચોરી જુનવાણી દુકાનમાં જ કરવાનું નક્કી થયું હતું. જેથી લાકડાના દરવાજાનો નકુચો સરળતાથી તોડી શકાય અને ચોરીને ગણતરીની મિનિટોમાં અંજામ આપી તસ્કરો ફરાર થઇ શકે. ચોરીને અંજામ આપ્યાની એકાદ કલાક પૂર્વે તસ્કરો સોની બજારમાં આવી રેકી કરી અમિત જવેલર્સને ટાર્ગેટ કરવાનું નક્કી કરી ગયા હતા અને બાદમાં તેઓ વહેલી સવારે ચોરી કરવા ત્રાટક્યાં હતા. ચોરીને અંજામ આપી તસ્કરો ઘરે જઈને સુઈ ગયા'તા પોલિસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સોની બજારની અમિત જવેલર્સમાં ત્રાટકી તસ્કરો પોતપોતાના ઘરે જઈ આરામથી સુઈ ગયા હતા. આ દરમિયાન ચોરીના સમયગાળા દરમિયાન સોની બજારમાં એક સફેદ કલરની આઈ-20 કારની ગતિવિધિ અંગે પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે આગળના કાચ પર 'શ્રી' લખ્યું હોય એવી કારની શોધખોળ શરૂ કરી હતી. આ કાર પદ્મકુંવરબા હોસ્પિટલ નજીક હોવાની બાતમી મળતા પોલીસે દોડી જઈ તમામ આરોપીઓને ઝડપી લીધા હતા. તિજોરી ન તૂટતાં 10 લાખના ઘરેણાં બચી ગયા સોની બજારની પેઢીમાં ચોરી કરવાથી મોટી મતા હાથમાં આવશે તેવી અપેક્ષાએ તસ્કરો અમિત જવેલર્સમાં ત્રાટક્યાં હતા. જયા તેઓ અલગ-અલગ પાંચ લોક તોડવામાં સફળ રહ્યા હતા પરંતુ, દુકાનમાં રહેલી તિજોરી તોડવામાં તસ્કરો અસફળ રહ્યા હતા જેના કારણે તિજોરીમાં સોની વેપારીએ રાખેલા આશરે રૂ.10 લાખના ઘરેણાં બચી ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    વૃદ્ધાના મોત મામલે મુખ્ય આરોપીને 10 વર્ષની કેદ:ગાંધીનગરના પોરમાં કચરો નાખવા બાબતે મારામારીના ઝઘડા બાદ વૃદ્ધાનું હાર્ટ એટેકથી મોત, અન્ય એકને છ મહિનાની સજા
    Next Article
    સ્થાનિક સ્વરાજય ચૂંટણી માટે ભાજપમાં દાવેદારો ઉમટ્યાં:પ્રદેશ નિરીક્ષકો સમક્ષ કાર્યકર્તાઓએ ઉમેદવારી માટે દાવેદારી રજૂ કરી, સવારથી સાંજ સુધી સેન્સ પ્રક્રિયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment