Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોટ્સએપ હેક કરી નાણાં પડાવતો ઠગ ઝડપાયો:નવસારી સાયબર ક્રાઇમે વડોદરાથી આરોપીને ગણતરીના કલાકોમાં દબોચ્યો

    6 days ago

    નવસારી સાયબર ક્રાઇમ પોલીસે વોટ્સએપ હેક કરીને નાણાં પડાવતી ગેંગ સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે વડોદરાના પોર ગામમાંથી એક રીઢા ગુનેગારને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આ આરોપી ટ્યુશન ક્લાસના શિક્ષક હોવાની ખોટી ઓળખ આપી વોટ્સએપ હેક કરતો અને પરિચિતો પાસેથી પૈસા પડાવતો હતો. પકડાયેલા આરોપી સામે અગાઉ વિવિધ જિલ્લાઓમાં 12 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. સમગ્ર ઘટના નવસારીની એક મહિલા સાથે બની હતી. તેમને એક મોબાઈલ નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતે ટ્યુશન ક્લાસના 'સર' હોવાની ઓળખ આપી વિશ્વાસમાં લીધા હતા. તેણે જણાવ્યું કે, "વોટ્સએપ ગ્રુપમાં મેસેજ જતા નથી, તેથી વોટ્સએપ અપડેટ કરવું પડશે." આ બહાને તેણે મહિલા પાસેથી OTP મેળવી લીધો હતો. OTP મળતા જ મહિલાનું વોટ્સએપ એકાઉન્ટ હેક થઈ ગયું હતું. વોટ્સએપ હેક થયા બાદ, આરોપીએ મહિલાના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા લોકોને મેસેજ કરીને નાણાંની માંગણી કરી છેતરપિંડી આચરી હતી. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા જ તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર યુ. એલ. મોદી અને તેમની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીની ડિજિટલ ફૂટપ્રિન્ટ મેળવવામાં આવી હતી. તપાસના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને વડોદરાના પોર ગામ ખાતેથી ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ પ્રિતેશ મહેશ પ્રજાપતિ છે, જે મહેમદાવાદ, ખેડાનો રહેવાસી છે અને 'ગોગી' ઉપનામથી પણ ઓળખાય છે. તેની પૂછપરછમાં સામે આવ્યું છે કે, તે રીઢો ગુનેગાર છે અને તેના પર અગાઉ ગુજરાતના વિવિધ શહેરોમાં 12 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ગુનાઓમાં 7 સાયબર ફ્રોડ/ઠગાઈ (અમરેલી, જૂનાગઢ, નડિયાદ, વલસાડ, રાજકોટ વગેરે), 1 છેડતી (મણિનગર, અમદાવાદ), 1 જુગારધારા અને 3 અન્ય ગુનાઓ (ધમકી અને જાહેરનામા ભંગ)નો સમાવેશ થાય છે. આરોપીની મોડસ ઓપરેન્ડી મુજબ, તે જાણીતી વ્યક્તિ કે સંસ્થાના નામે ફોન કરતો હતો. ટેકનિકલ ખામીનું બહાનું બતાવીને તે OTP માંગી લેતો હતો. એકવાર વોટ્સએપ પર કબજો મેળવ્યા બાદ, તે હેક થયેલા એકાઉન્ટના સ્ટેટસ અને ચેટ લિસ્ટનો ઉપયોગ કરીને 'અર્જન્ટ જરૂર છે' તેમ કહી ગૂગલ પે દ્વારા પૈસા મંગાવતો હતો. પોલીસ અધિક્ષક રાહુલ પટેલે જનતાને અપીલ કરી
    Click here to Read More
    Previous Article
    IPLમાં આજે LSG vs DC:દિલ્હીએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી, ગત સીઝનમાં લખનઉને બંને મેચમાં હરાવ્યું હતું
    Next Article
    મુંબઈની આર્થર રોડ જેલમાં ઘડાયો રાજકોટની જવેલર્સમાં ચોરીનો પ્લાન:ચોરીને અંજામ આપ્યાની કલાક પૂર્વે તસ્કરોએ સોની બજારમાં આવી રેકી કરી, ગણતરીની કલાકોમાં જ છની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment