Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૈત્રી પૂનમે પાટણથી બહુચરાજી પગપાળા સંઘો રવાના:પદયાત્રીઓ માટે માર્ગ પર સેવા કેમ્પો કાર્યરત

    9 hours ago

    ચૈત્રી પૂનમના પવિત્ર પર્વ નિમિત્તે બુધવારે પાટણ શહેરમાંથી બહુચરાજી જવા માટે પગપાળા યાત્રા સંઘોનું પ્રસ્થાન થયું હતું. માતાજીની માંડવીઓ અને રથ સાથે ભક્તિ સંગીતના તાલે 'બોલ મારી બહુચર'ના જયઘોષ સાથે ભક્તો બહુચરાજી તરફ રવાના થયા હતા. પાટણ શહેરના કસારવાડો અને પનાગાર વાડો સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ પદયાત્રા સંઘમાં જોડાયા હતા. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ માતાજીની માંડવી સાથે સંગીતના તાલે ઝૂમતા બહુચરાજી તરફ પ્રયાણ કર્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. પદયાત્રીઓને માર્ગમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા છે. આ કેમ્પો યાત્રાળુઓને જરૂરી સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે. ઝીણીપોળ યુથ ક્લબ દ્વારા આયોજિત બહુચરાજી પગપાળા સેવા કેમ્પ મોઢેરા કેનાલ પાસે, એચ.પી. પંપની બાજુમાં કાર્યરત છે. આ કેમ્પમાં પદયાત્રીઓ માટે ગરમા-ગરમ લાઇવ કોથમીરવડી, આઇસ મિનરલ પાણી અને મેડિકલ સેવા જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઊંઘમાંથી ઊઠ્યા ને 30 હજારની નોકરી ગઈ:વિશ્વની મોટી કંપનીઓમાં સામેલ ઓરેકલે મોટા પાયે છટણી કરી, 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી; આવતા મહિને બીજો રાઉન્ડ
    Next Article
    એક વોર્ડમાં સરેરાશ 50થી વધુ દાવેદારો:ભાજપ દ્વારા વડોદરામાં સેન્સ પ્રક્રિયાનો આરંભ, બે દિવસ પ્રક્રિયા ચાલશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment