Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વામિત્રી નદીના કિનારે જેતલપુર બ્રિજ નજીક ઝાડી ઝાંખરામાં આગ:પૂર્વ કાઉન્સિલરે ધુમાડાના ગોટે ગોટા જોતા ફાયરને જાણ કરી, આ વિસ્તારામાં મગરોનો વસવાટ

    10 hours ago

    વડોદરા શહેરના જેતલપુર બ્રિજ નજીક વિશ્વામિત્રી નદીના કિનારે જાડી જાખરામાં બપોરના આરસામાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં ગરમીના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે ફાયર બ્રિગેડ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પૂર્વ કાઉન્સિલર પસાર થતા હતા અને આગ જોઈ વડોદરા શહેરના પૂર્વ કાઉન્સિલર જાગૃતિ કાકા જેતલપુર નજીકથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન તેઓએ ધુમાડાના ગોટે ગોટા જોયા હતા. તેઓએ તપાસ કરતા ઝાડી ઝાંખરામાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. તેઓએ તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના આવી હતી અને ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી વિશ્વામિત્રી નદીના કિનારે આ આગ કયા કારણોસર લાગી હતી તે જાણવા મળી શક્યું નથી પરંતુ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કોઈ વ્યક્તિ આ વિસ્તારમાં ગયું હોય અને કોઈ તણખલાના કારણે આગ લાગી હોય શકે છે. જો કે હાલ આગના કારણે ધુમાડાના ગોટા દૂર સુધી દેખાતા હતા. અહીં અનેક મગરોના વસવાટ જેતલપુર નજીક વિશ્વામિત્રી નદીના કિનારે અનેક મગર વસવાટ કરે છે. સવારના સમયે તેઓ સનબાથ લેવા માટે કિનારા ઉપર આવતા હોય છે. અહીં અનેક પશુઓ પણ ચારણ કરવા માટે આવે છે ત્યારે જો આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોત તો પશુઓને પણ નુકસાન પહોચવાની શક્યતા હતી.
    Click here to Read More
    Previous Article
    ખંભાળિયામાં બાઈક અડકવા મુદ્દે બોલાચાલી, હુમલો:ઈસુદાન ગઢવી સહિત 10-12 લોકોની અટકાયત, પોલીસ સ્ટેશનમાં ઉગ્ર બોલાચાલી
    Next Article
    Gold Silver Price Hike | અમદાવાદમાં સોના ચાંદીના ભાવમાં થયો વધારો | Gold Price | Silver Price Hike

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment