Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજય ચૂંટણી માટે ભાજપમાં દાવેદારો ઉમટ્યાં:પ્રદેશ નિરીક્ષકો સમક્ષ કાર્યકર્તાઓએ ઉમેદવારી માટે દાવેદારી રજૂ કરી, સવારથી સાંજ સુધી ચાલશે સેન્સ પ્રક્રિયા

    6 days ago

    સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓ માટે ભાવનગર જિલ્લામાં વિવિધ બેઠકો માટે ભાજપમાં દાવેદારો ઉમટ્યાં છે પ્રદેશ નિરીક્ષકો સમક્ષ કાર્યકર્તાઓએ ઉમેદવારી માટે દાવેદારી રજૂ કરી રહ્યાં છે. ઈચ્છુક કાર્યકર્તાઓ બેઠકોમાં દાવેદારી રજૂ કરી રહ્યાં છે ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓ અંતર્ગત અગાઉ વિવિધ બેઠકોની ઉમેદવારી માટે ઈચ્છુક કાર્યકર્તાઓ ભાવનગર અને પાલિતાણામાં યોજાયેલ બેઠકોમાં દાવેદારી રજૂ કરી રહ્યાં છે. ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય 'ભાવ કમલમ્ ' ઉપર પ્રદેશ નિરીક્ષકો પ્રદીપ પરમાર પૂર્વ મંત્રી, રાજ્ય સરકાર, મહેશ પટેલ પૂર્વ જિલ્લા પ્રમુખ, આણંદ તથા પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ પૂર્વ પ્રદેશ મંત્રી, બક્ષીપંચ મોરચો અને પાલિતાણામાં નિરીક્ષકો દિનેશ મકવાણા સાંસદ, અમદાવાદ પશ્ચિમ, નિમાબેન પટેલ પૂર્વ પ્રદેશ મંત્રી, મહિલા મોરચો તથા પૌરવ પટેલ પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ, યુવા મોરચો રહ્યા છે. જિલ્લા પંચાયતની 40 બેઠકો અને જિલ્લાની 10 તાલુકા પંચાયતોની બેઠકો માટે સેન્સ પ્રક્રિયા જિલ્લા અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના જણાવ્યું હતું કે, આ બે દિવસો બુધવાર અને ગુરુવાર દરમિયાન જિલ્લા પંચાયતની 40 બેઠકો અને જિલ્લાની 10 તાલુકા પંચાયતોની બેઠકો સાથે નગર પાલિકા માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. આ સેન્સ પ્રક્રિયા સવારથી સાંજ સુધી ચાલશે. પ્રથમ દિવસે ભાવનગરમાં ભાવનગર ગ્રામ્ય, ઘોઘા ગ્રામ્ય, ઉમરાળા ગ્રામ્ય તથા તળાજા ગ્રામ્ય રહેલ અને પાલિતાણામાં પાલિતાણા ગ્રામ્ય,જેસર ગ્રામ્ય તથા મહુવા ગ્રામ્ય ના દાવેદારો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે બીજા દિવસે ગુરુવારે ભાવનગરમાં વલભીપુર ગ્રામ્ય, સિહોર ગ્રામ્ય તથા વલભીપુર શહેર રહેશે અને પાલિતાણામાં ગારિયાધાર ગ્રામ્ય, મહુવા શહેર તથા પાલિતાણા શહેર રહેશે.
    Click here to Read More
    Previous Article
    30 દિવસમાં 1.5 લાખથી વધુ શ્રમમિકોની સુરતમાંથી હિજરત:હોળીમાં વતન ગયેલા પણ પરત ના આવ્યા, ઉધના રેલવે સ્ટે.એ રોજ લાઇનો; ટેક્સ્ટાઇલ ઉદ્યોગમાં 45% લેબરની અછત
    Next Article
    મનપા કમિશનર એક્શન મોડમાં:ગંગાજળિયા તળાવ, મહિલા બાગ અને બિઝનેસ સેન્ટર સહિતના સ્થળોએ કમિશનરે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment