Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    30 દિવસમાં 1.5 લાખથી વધુ શ્રમમિકોની સુરતમાંથી હિજરત:હોળીમાં વતન ગયેલા પણ પરત ના આવ્યા, ઉધના રેલવે સ્ટે.એ રોજ લાઇનો; ટેક્સ્ટાઇલ ઉદ્યોગમાં 45% લેબરની અછત

    6 days ago

    32 દિવસ પૂર્વે પશ્ચિમ એશિયામાં ઈરાન વિરુદ્ધ અમેરિકા અને ઈઝરાયેલ વિરુદ્ધ યુદ્ધ ફાટી નીકળ્યું હતું, તેના એક સપ્તાહ પછી સુરતમાંથી પરપ્રાંતીય શ્રમજીવીઓની વતનવાપસી શરૂ થઈ હતી. દૈનિક 5થી 6 હજાર કામદારો ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ જેવા વિસ્તારોમાં રવાના થતાં છેલ્લા 30 જ દિવસમાં સુરતનાં વિવિધ ઉદ્યોગમાંથી કમસેકમ દોઢ લાખથી વધુ પરપ્રાંતીય કામદારો સુરત છોડીને વતન ભેગા થઈ ચૂક્યા છે. સુરતનાં ટેક્સ્ટાઇલ ઉદ્યોગમાં નાનું કારખાનું હોય કે મોટી મિલ હોય 40થી 45 ટકા સુધી કામદારોની અછત વર્તાઈ રહી છે. કારખાનાઓમાં કામદારોનાં અભાવે હવે રાતપાળીનું ઉત્પાદન સાવ બંધ કરી દેવામાં આવ્યું છે. પરપ્રાંતીય કામદાર પરિવારોમાં ઉચાટ વ્યાપી ગયો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની સૌથી ઘેરી અસર સુરતના ટેક્સ્ટાઈલ સાથે સંકળાયેલા ઉદ્યોગ પર પડી છે અને હવે આ અસરો એટલી ઉત્પાદન તબક્કાવાર બંધ થવા તરફ છે. જાણકારોનાં જણાવ્યા મુજબ 28મી ફેબ્રુઆરીએ શરૂ થયેલા યુદ્ધની પહેલી અસર એક સપ્તાહ પછી વર્તાવા માંડી હતી. ગેસના સિલિન્ડર મળવામાં મુશ્કેલી ઉભી થતાં પરપ્રાંતીય કામદાર પરિવારોમાં ઉચાટ વ્યાપી ગયો હતો. દૈનિક સરેરાશ 5થી 6 હજાર જેટલા કામદારોની વતન જાય છે જોતજોતામાં ગેસ સિલિન્ડર કે જે 70થી 80 રૂપિયે કિલોમાં રીફિલ થઈ જતા હતા, તેના 700થી 900 રૂપિયા આપવાના શરૂ થતાં કામદારોએ વતન વાપરી શરૂ કરી હતી. છેલ્લા 30 દિવસ દરમિયાન દૈનિક સરેરાશ 5થી 6 હજાર જેટલા કામદારો ટ્રેન મારફતે પોતાના વતન ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તિલંગાણા ભણી રવાના થયા હતા. છેલ્લા એક મહિનાથી રોજ બરોજ ઉધના રેલવે સ્ટેશન પર લાઇનો લાગી રહી છે. લેબરની શોર્ટેજના કારણે નાઈટ શીફ્ટમાં પ્રોડક્શન બિલકુલ બંધ સાયણ વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓમાં લેબરની ભારે શોર્ટેજ છે અને તેમના સહિત સેંકડો કારખાનાઓમાં કામદારોના અભાવે નાઈટ શીફ્ટમાં પ્રોડક્શન બિલકુલ બંધ થઈ ચૂક્યું છે. એવી જ રીતે સચિન, પાંડેસરા, પલસાણા જેવા વિસ્તારોમાં આવેલી મિલોમાં સપ્તાહમાં બે દિવસ ઉત્પાદન કાપ છે અને કારખાનાઓમાં પણ લેબર શોર્ટેજને કારણે બે દિવસનો ઉત્પાદન કાપ મૂકવા છતાં પણ કારખાનાઓ વધુ સમય માટે બંધ રાખવાની ફરજ પડી રહી છે. કારખાનાઓમાં 50 ટકા સુધી ઉત્પાદન ઘટી ગયું લેબરને કારણે નાઈટ શીફ્ટ બિલકુલ બંધ છે અને લેબર હવે 15મી એપ્રિલ પહેલા પરત આવે તેવી શક્યતા દેખાતી નથી. યાર્ન સહિતના રો-મટીરિયલનાં ભાવ વધી ગયા છે અને બીજી તરફ મિલોમાં બે સાપ્તાહિક રજા અને પ્રોસેસિંગ ચાર્જમાં વધારાને કારણે હાલ તુરત વેપારીઓને પણ ગ્રે ખરીદવામાં કોઈ ઉત્સાહ નથી. આવી સ્થિતિમાં કારખાનાઓમાં 50 ટકા સુધી ઉત્પાદન ઘટી ગયું છે. આ નિર્ણય લેવાયા પછી કામદારોમાં અજંપો વ્યાપી ગયો લેબર કોન્ટ્રાક્ટરોનાં જણાવ્યા અનુસાર, વીવિંગ કારખાનાઓ અને મિલોમાં બે દિવસનાં ઉત્પાદન કાપનો નિર્ણય લેવાયો તે પહેલા 50 હજાર જેટલા કામદારો વતન પહોંચી ચૂક્યા છે. આ નિર્ણય લેવાયા પછી કામદારોમાં અજંપો વ્યાપી ગયો હતો. કેમ કે ઉત્પાદન જ નહીં થાય તો રોજગારી ઓછી થશે એના કરતા તો વતનમાં ખેતી કે મજૂરીથી સારુ કમાઇ લેવાશે, એ ગણતરીએ દિનપ્રતિદિન કામદારોની વતન વાપસી થવા માંડી હતી. યુપી, બિહાર, ઓરિસ્સા વગેરે રાજ્યોમાંથી સુરત આવતી ટ્રેનોમાં મુસાફરો પાછા આવી રહ્યા છે પરંતુ, જેટલા વતનમાં ગયા હોય તેના કરતા ઓછા પરત આવે છે. હોળી પર વતન ગયેલા ત્રીજા ભાગનાં કામદારો હજુ સુરત પરત ફર્યા નથી લેબર કોન્ટ્રાક્ટરો જણાવે છે કે, હોળી ધૂળેટીનાં પર્વની ઉજવણી માટે સુરતમાંથી અઢી લાખ જેટલા શ્રમજીવી કામદારો વતનમાં પહોંચ્યા હતા. એ સમયે યુદ્ધ કે સિલિન્ડરની અછત જેવા કોઇ પ્રશ્ન ન હતાં. હોળી ધૂળેટી પર વતન ગયેલા ત્રીજા ભાગનાં કામદારો હજુ સુધી સુરત પરત ફર્યા નથી અને એ પછી યુદ્ધને કારણે ઉદભવેલી પરિસ્થિતિમાં હજારો કામદારોની વતન વાપસી થઈ છે, જેના કારણે સુરતનાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગમાં હવે 40થી 45 ટકા લેબર શોર્ટેજ વર્તાવાની શરૂ થઇ ચૂકી છે. આ પણ વાંચો સુરતના વીવિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા પરપ્રાંતીયો વતન રવાના મિડલ ઇસ્ટમાં વધતા યુદ્ધનાં તણાવથી રાંધણ ગેસનો પુરવઠો પ્રભાવિત થયો છે, તેને કારણે સુરતમાં વસતા પરપ્રાંતીય શ્રમિકોની હાલત રોજબરોજનાં ગેસ વપરાશને લઈને કટોકટી ભરી બની ગઈ છે. ગેસની બોટલો કાળા બજારમાં ચારથી પાંચ ધણા ભાવે વેચાઈ રહી છે, જે શ્રમિકોને કોઈ કાળે પરવડે તેવું નથી. ગેસ સંકડ વચ્ચે હવે તેમની ધીરજનાં બાણ ખુટી જતાં અને કોરોનાકાળ જેવી સ્થિતિ ન સર્જાય તેવા ડરથી પરપ્રાંતિઓ વતનની વાટ પકડી રહ્યાં છે. આજે 15 માર્ચે રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    ઓરેકલે ભારતમાં 12,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા:વિશ્વભરમાં 30,000ની છટણી, કંપનીએ કહ્યું- બિનજરૂરી પદો નાબૂદ કર્યા
    Next Article
    સ્થાનિક સ્વરાજય ચૂંટણી માટે ભાજપમાં દાવેદારો ઉમટ્યાં:પ્રદેશ નિરીક્ષકો સમક્ષ કાર્યકર્તાઓએ ઉમેદવારી માટે દાવેદારી રજૂ કરી, સવારથી સાંજ સુધી ચાલશે સેન્સ પ્રક્રિયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment