Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાળઝાળ ગરમીમાં ત્રણ વરસાદી સિસ્ટમોએ ગુજરાતને ઘેર્યું:આજે બનાસકાંઠા, પાટણમાં તો આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે વરસાદના એંઘાણ

    2 days ago

    હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્ય તરફ હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટર્ફ સક્રિય થતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા અને પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આજે ગુજરાત માટે દક્ષિણ પૂર્વ અને કચ્છ પાસે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમન, દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે આંધી તોફાન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વીજળી પડવાની શક્યાઓ છે. આગામી 2થી 3 ડિગ્રી ટેમ્પ્રેચર ઘટશે. સૌથી વધારે વિદ્યાનગર માં 37.1 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદ 36.7 ડિગ્રી ટેપમ્પટેચર નોંધાયું.
    Click here to Read More
    Previous Article
    સમસ્યાની વાત આવતા જ મહિલાઓનો પારો છટક્યો:'કાળા પાણીની બોટલ બતાવી કહ્યું-આ પાણી પીએ છીએ', ભાજપનો નેતા આવવાનો હોય તો આખો વિસ્તાર ચકાચક થઈ જાય
    Next Article
    ભાજપ વિરુદ્ધ પોસ્ટર વિવાદ મામલે AAPના કાર્યકર્તાઓની અટકાયત:AAP કાર્યકરોએ પોલીસનો ઘેરાવ કર્યો, ડ્રગ્સની ડીલ કરવા નથી આવ્યા કહી DCPની ઓફિસમાં ઘૂસ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment