Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંગણવાડીમાં વાલી વોટ્સએપ ગ્રુપ બનશે:બાળકોની દૈનિક પ્રવૃત્તિઓના વીડિયો વાલીઓ લાઈવ જોઈ શકશે

    9 hours ago

    દાહોદ જિલ્લાના બાવકા ગામે આંગણવાડી કેન્દ્ર-૫ ના નૂતન મકાનનું ખાતમુહૂર્ત જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે અને જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કરણસિંહ ડામોરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટરે જિલ્લાની દરેક આંગણવાડીમાં 'વાલી વોટ્સએપ ગ્રુપ' બનાવવાની જાહેરાત કરી હતી. આ નવતર પ્રયોગ અંતર્ગત, સીડીપીઓએ બાળકોની દૈનિક પ્રવૃત્તિઓના વીડિયો નિયમિતપણે આ ગ્રુપમાં શેર કરવાના રહેશે. આનાથી વાલીઓ તેમના બાળકોની પ્રવૃત્તિઓ લાઈવ જોઈ શકશે અને આંગણવાડીમાં પારદર્શિતા વધશે. ભોજનની ગુણવત્તા પણ સતત તપાસવામાં આવશે. કલેક્ટર યોગેશ નિરગુડેએ શિક્ષણની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બાળકોનું ભવિષ્ય વાલીઓના હાથમાં છે. જો બાળકોને પાયાનું શિક્ષણ યોગ્ય રીતે નહીં મળે, તો તેમને મજૂરી કરીને જીવન ગુજારવું પડશે. વાલીઓએ જાગૃત રહીને બાળકો નિયમિત આંગણવાડીએ જાય અને લેસન બરાબર કરે તે સુનિશ્ચિત કરવું પડશે. તેમણે આંગણવાડીના પાયામાં કામ કરતા વર્કર અને હેલ્પરને વધુમાં વધુ બાળકો કેન્દ્ર પર આવે અને પૌષ્ટિક આહાર લે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. કલેક્ટરે આંગણવાડીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે પણ સૂચના આપી કે બાળકોને પીવાનું શુદ્ધ પાણી, પંખા, લાઈટ અને શૌચાલય જેવી તમામ ગુણવત્તાયુક્ત સુવિધાઓ મળવી જોઈએ. કાર્યક્રમ દરમિયાન, જમીન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની યાદમાં આંગણવાડી પર નામની તકતી લગાવવા સૂચના અપાઈ હતી. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણે આઈસીડીએસ યોજનાની માહિતી આપી હતી, જ્યારે માજી પ્રમુખ કરણસિંહ ડામોર દ્વારા બાળકોને પૌષ્ટિક નાસ્તો વિતરણ કરાયો હતો.
    Click here to Read More
    Previous Article
    નવસારી ભાજપમાં આંતરકલહ, ધારાસભ્ય આર.સી. પટેલ નારાજ:સંગઠન પર 'વ્હાલા-દવલા'ની નીતિનો આરોપ, સેન્સ પ્રક્રિયામાં વિવાદ
    Next Article
    Opinion: Why A 'Defeat' Is Now Essential For The Disoriented Left In Kerala

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment