Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી ભાજપમાં આંતરકલહ, ધારાસભ્ય આર.સી. પટેલ નારાજ:સંગઠન પર 'વ્હાલા-દવલા'ની નીતિનો આરોપ, સેન્સ પ્રક્રિયામાં વિવાદ

    10 hours ago

    નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ઉમેદવારોની પસંદગી માટે ચાલી રહેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન જ જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જિલ્લા સંગઠનના મોવડી મંડળ પર ‘વ્હાલા-દવલા’ની નીતિ અપનાવવાનો ખુલ્લો આરોપ લગાવ્યો છે, જેનાથી રાજકીય ગરમાવો આવ્યો છે. ધારાસભ્ય આર.સી. પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, તેમના મતવિસ્તારમાં આવતા નવસારી મહાનગરપાલિકાના વિજલપોર વિસ્તારના પાંચ વોર્ડમાં સંગઠન દ્વારા પક્ષપાતી વલણ રાખવામાં આવી રહ્યું છે. તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે, "અત્યાર સુધી અમે વિજલપોરના પાંચેય વોર્ડ જીતતા આવ્યા છીએ, પરંતુ હાલમાં જે પ્રકારે ‘વ્હાલા-દવલા’ની નીતિ ચાલી રહી છે, તે જોતા ભવિષ્યમાં શું થશે તે કહી શકાય તેમ નથી." નોંધનીય છે કે, અગાઉ જલાલપોર વિધાનસભા મત વિસ્તારમાં સંગઠન સ્તરે અન્યાય થતો હોવાની લાગણી સાથે સમગ્ર તાલુકા સંગઠને સામૂહિક રાજીનામું ધરી દીધું હતું. આ વિવાદ બાદ ભાજપ દ્વારા જલાલપોર તાલુકામાં નવા સંગઠનની રચના કરવામાં આવી હતી, પરંતુ ધારાસભ્યની તાજી નારાજગી દર્શાવે છે કે સ્થિતિ હજુ થાળે પડી નથી. ધારાસભ્ય આર.સી. પટેલના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે જલાલપોર અને વિજલપોર વિસ્તારમાં ટિકિટ વહેંચણી વખતે પક્ષમાં મોટા વિવાદો સર્જાઈ શકે છે. એકતરફ ભાજપ શિસ્તબદ્ધ હોવાનો દાવો કરે છે, ત્યારે બીજી તરફ કદાવર નેતાના આક્ષેપોએ વિપક્ષને પણ બોલવાની તક આપી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસે પદયાત્રીઓને રિફ્લેક્ટર લગાવ્યા:સાંથલ પોલીસની સરાહનીય પહેલ, મરતોલી ચેહર માતાએ પગપાળા જતા યાત્રાળુઓને સુરક્ષા કવચ
    Next Article
    આંગણવાડીમાં વાલી વોટ્સએપ ગ્રુપ બનશે:બાળકોની દૈનિક પ્રવૃત્તિઓના વીડિયો વાલીઓ લાઈવ જોઈ શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment