Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં વિશ્વશાંતિ માટે સુંદરકાંડ પાઠ યોજાશે:આર્ટ ઓફ લિવિંગ દ્વારા યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે આયોજન

    11 hours ago

    વિશ્વમાં હાલ ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હનુમાન જયંતિ નિમિત્તે, વિશ્વ શાંતિ માટે અમદાવાદ ખાતે વિશેષ સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર કાર્યક્રમ શ્રી શ્રી જ્ઞાનમંદિર, શિવરંજની વિસ્તારમાં યોજાશે. આ કાર્યક્રમ વિશ્વ પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા આયોજિત છે, જે માનસિક શાંતિ, આધ્યાત્મિક વિકાસ અને સામાજિક સુખાકારી માટે સતત કાર્યરત છે. સુંદરકાંડ પાઠ હનુમાનજીની ભક્તિ, શક્તિ અને નિષ્ઠાનું પ્રતિક છે. વર્તમાન વૈશ્વિક તણાવ અને યુદ્ધના માહોલ વચ્ચે, આ પાઠ દ્વારા વિશ્વમાં શાંતિ, સકારાત્મકતા અને માનવતા માટે પ્રાર્થના કરવામાં આવશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો અને નાગરિકો ભાગ લે તેવી અપેક્ષા છે. આ અવસર પર શહેરના તમામ નાગરિકોને ઉપસ્થિત રહીને આ પવિત્ર કાર્યક્રમનો લાભ લેવા માટે આમંત્રિત કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    આદિત્ય ધરે સ્ક્રિપ્ટ ચોરી કરીને 'ધુરંધર 2' બનાવી?:લેખક સંતોષ કુમારનો દાવો, કહ્યું- 2023માં લખી હતી, ઘણા પ્રોડક્શન હાઉસને મોકલી પણ હતી
    Next Article
    રાહી ફાઉન્ડેશન દ્વારા 500થી વધુને કપડાં વિતરણ:મેલાસણા અને આસપાસના ગામોમાં નિશુલ્ક કપડાં અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment