Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં પોલીસ-પડોશીના ત્રાસથી ભાઈ-બહેને ઝેરી દવા પીધી:બંનેએ રોડ પર આપઘાતનો પ્રયાસ કર્યો, રડતા રડતા વીડિયો બનાવી આક્ષેપ કર્યા

    11 hours ago

    અમદાવાદના ગોમતીપુર પોલીસ દ્વારા પડોશી સાથેના ઝઘડામાં યુવતીની ફરિયાદ લેવામાં ન આવતા બંને ભાઈ-બહેને ઝેરી દવા પીતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. બંને ભાઈ-બહેને જાહેર રોડ ઉપર ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતી અને તેના ભાઈએ રડતા રડતા વીડિયો બનાવી આક્ષેપ કર્યો છે કે ગોમતીપુર પોલીસ સ્ટેશન દ્વારા અમારી રજૂઆત સાંભળવામાં આવી નથી. મારી છેડતી કરવામાં આવી છે અને મારા ભાઈને માર્યો છે છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહને અરજ છે કે અમને ન્યાય આપવામાં આવે. ગોમતીપુર પોલીસે રજૂઆત સાંભળી નથી તે આક્ષેપો ખોટા: PI ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.વી.રાણાએ જણાવ્યું હતું કે જે ઘટના બની તે દિવસે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારે અમારા પોલીસ સ્ટેશનના ઇન્વેના માણસો ફરિયાદ લેવા માટે ગયા હતા, પરંતુ તેઓ સારવાર લઈ રજા લઈને ઘરે જતા રહ્યા હતા. ત્યારબાદ જે બે નંબર આપવામાં આવ્યા હતા તે બંને નંબર ઉપર ફોન કરવામાં આવ્યો ત્યારે બંને મોબાઈલ ફોન સ્વીચ ઓફ હતા. ત્યારબાદ આખા દિવસ કોઈ રજૂઆત કરવા આવ્યા નથી અને રાત્રે જ્યારે આ બાબતે હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે મહેબુબભાઇની ફરિયાદ લઈ લીધી છે. ગોમતીપુર પોલીસે રજૂઆત સાંભળી ન હોવાના જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે ખોટા છે. ‘મારી ઈજ્જત પર હાથ નાખ્યો છે’ શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતા ભાઈ-બહેને ઝેરી દવા પીને રડતા રડતા પોતાની આપવીતી કહેતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. તેમાં કહ્યું છે કે મેં ગોમતીપુર પોલીસમાં માનસિક ત્રાસ અંગેની ફરિયાદ કરી હતી. ગોમતીપુર પોલીસ અમારી રજૂઆત સાંભળતી નથી. હું ફરિયાદ કરવા માટે ગઈ હતી, પરંતુ કોઈ સાંભળતું નથી. ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં માનસિક ત્રાસની ફરિયાદ કરવા જઉં છું પણ કોઈ સાંભળતું નથી. સામેવાળાએ મારી ઈજ્જત ઉપર હાથ નાખ્યો છે. સામેવાળાનું સાંભળવામાં આવે છે એના કારણે અમારા પરિવારજનોને જેલમાં નાખવાની વાત કરવામાં આવી છે. મારા નાના ભાઈને માર્યો છે. મને અને મારા પરિવારજનો તેમજ મારા બંને ભાઈઓને સામેવાળાએ માર માર્યો છે. હું આ વીડિયો બનાવી રહી છું. અમારા નામની ફરિયાદ કરી છે અને મારા ભાઈને જેલ મોકલી આપવામાં આવ્યો છે. ‘અમને ન્યાય અપાવજો’ હું આ મારા હોશો હવાસમાં વીડિયો બનાવી રહી છું અને ઝેર પી રહી છું. અમે બંને ભાઈ-બહેન ઝેર પી રહ્યા છીએ અને તેના જવાબદાર ગોમતીપુર પોલીસ અને સામેવાળો છોકરો અને તેના પરિવારજનો રહેશે. અમે પીવા જઇ રહ્યા છીએ. મારા પિતા હાર્ટ અટેકના દર્દી છે અને તેમની સામે ફરિયાદ કરી છે. અમને ન્યાય અપાવજો અમે પુરા હોશો હવાસમાં ઝેર પીવા જઇ રહ્યા છીએ. જે છોકરાએ મારી ઈજ્જત ઉપર હાથ નાખ્યો છે તેના પરિવારજનો જવાબદાર છે. ‘અમે છેલ્લા કેટલાય દિવસથી ભટકી રહ્યા છીએ’ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અરજ છે કે અમારી રજૂઆત સાંભળવામાં આવે. અમિત શાહને અરજ છે અને ગુજરાતના જેટલા પણ નેતા છે તેમને અમે રજૂઆત કરીએ છીએ કે બંને ભાઈ-બહેનો અને અમારા પરિવારની રજૂઆત સાંભળવામાં આવે અમે છેલ્લા કેટલાય દિવસથી ભટકી રહ્યા છીએ. ‘મારી માતાને કહે છે કે તમારા છોકરાઓને બોલાવી લાવો’ રડતા રડતા યુવતી અને તેના ભાઈએ કહ્યું હતું કે, અમે છેલ્લા કેટલાય દિવસથી ભટકી રહ્યા છીએ. મારી માતા પોલીસ સ્ટેશન જાય છે તો તેમને કહે છે કે તમારા છોકરાઓને બોલાવી લાવો અમે તેમની ધરપકડ કરીશું. તમારી કોઈ રજૂઆત નહીં સાંભળવામાં આવે. અમે ઘરે નથી જઈ શકતા અમે કેટલાય દિવસથી ખાધું નથી. મારા પિતા હાર્ટ અટેકના દર્દી છે અમે ભટકી રહ્યા છીએ. અમે ઘરે નથી જઈ શકતા. પુરા હોસ હવાસમાં વીડિયો બનાવી રહ્યા છીએ. બંને ભાઈ-બહેનને સિવિલમાં ખસેડાયા બંને ભાઈ-બહેને 31 માર્ચના રોજ વીડિયો બનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. બંને ભાઈ-બહેને આ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. ફિનાઈલ જેવું પ્રવાહી પી લેતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બંને ભાઈ-બહેને આપઘાતનો પ્રયાસ કરતા ગોમતીપુર પોલીસ તાત્કાલિક દોડતી થઈ હતી. ‘પરિવારજનોને લાકડી મારતા હોસ્પિટલમાં ખસેડાયા હતા’ 29 માર્ચના રોજ સાંજના સમયે ઘરની બહાર કચરો ફેંકવા બાબતે પીડિતોની પડોશી સલમાબાનુ, યુસુફભાઈ, શહેઝાન અને ફહેજાન શેખ નામના પરિવાર સાથે બોલાચાલી થઈ હતી જેમાં સલમાબાનુંએ પીડિતાને લાકડી મારી હતી. લાકડીથી પરિવારજનોને માર મારવામાં આવતા તેઓને ઇજા થતા સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં લઈ જવાયા હતા અને ત્યારબાદ તેમને રજા આપી દેવામાં આવી હતી. પીડિતોના ભાઈની ધરપકડ આ મામલે સામેવાળાએ ફરિયાદ નોંધાવતા શરાફત ઉર્ફે બોબી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી જેથી પીડિત ભાઈ-બહેનને મનમાં લાગી આવતા ગોમતીપુર વિસ્તારમાં જ ક્યાંક ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે ગોમતીપુર પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી કરી હતી. ગોમતીપુર પોલીસ સ્ટેશન છેલ્લા ઘણા સમયથી વિવાદમાં ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી વિવાદો સામે આવ્યા છે. ગોમતીપુર વિસ્તારમાં વેચાતા દારૂને લઈને સ્થાનિક લોકો દ્વારા ગોમતીપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે સ્થાનિક લોકોને પોલીસ સ્ટેશન સુધી જવું પડે છે અને ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટરે તેમને અડ્ડાઓ બંધ કરાવી દઈશું એવી ખાતરી આપી હતી. ત્યારબાદ લોકો જતા રહ્યા હતા. આ વિસ્તારમાં દારૂ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે હવે મારામારીની ઘટનામાં પણ જો પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ન આવતી હોય તો પોલીસની કામગીરી સામે ચોક્કસ સવાલો ઊભા થઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    કાલોલ 'આપ' પ્રભારી નશાની હાલતમાં ઝડપાયા:પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી
    Next Article
    Surat Political News | સુરત મનપાના વોર્ડ 1થી 12ની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ | Municipal Corporation

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment