Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલોલ 'આપ' પ્રભારી નશાની હાલતમાં ઝડપાયા:પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી

    11 hours ago

    પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરમાં આમ આદમી પાર્ટી (AAP) ના કાલોલ વિધાનસભાના પ્રભારી નશાની હાલતમાં ઝડપાયા છે. ગત મોડી રાત્રે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન તેઓ બેફામ ગાડી હંકારતા પકડાયા હતા. પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાલોલ પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી ત્યારે સંજીવની હોસ્પિટલ પાછળના ભાગે એક ફોર વ્હીલર ગાડી ગફલતભરી રીતે પસાર થઈ રહી હતી. પોલીસે શંકાના આધારે ગાડી અટકાવી તપાસ કરતા ચાલક નશાની હાલતમાં હોવાનું જણાયું હતું. ઝડપાયેલ વ્યક્તિની ઓળખ રાજેન્દ્રસિંહ સુરસંગજી ડાભી તરીકે થઈ છે. તેઓ મૂળ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ડાંગરવા ગામની વચલી શેરીના રહેવાસી છે. કાલોલ પોલીસે આરોપી રાજેન્દ્રસિંહ ડાભી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસે તેમનું વાહન જપ્ત કરી આગળની તપાસ શરૂ કરી છે. એક રાજકીય હોદ્દેદાર નશાની હાલતમાં ઝડપાતા સ્થાનિક રાજકારણમાં આ ઘટનાને લઈને ચર્ચાઓ જાગી છે.
    Click here to Read More
    Previous Article
    બે ગાડીમાં આવ્યા કિડનેપર્સ, રસ્તા વચ્ચેથી બળજબરી કરી ઉઠાવી ગયા:બગદાદમાં અમેરિકી પત્રકાર કિડનેપ થઈ, અમેરિકી દૂતાવાસે ઈરાક ન જવાની સલાહ આપી હતી
    Next Article
    અમદાવાદમાં પોલીસ-પડોશીના ત્રાસથી ભાઈ-બહેને ઝેરી દવા પીધી:બંનેએ રોડ પર આપઘાતનો પ્રયાસ કર્યો, રડતા રડતા વીડિયો બનાવી આક્ષેપ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment