Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આજે કેટલાક મૂર્ખ બનશે, કેટલાક મૂર્ખ બનાવશે':ભાજપમાંથી ચૂંટણી લડવા સુરત,વડોદરા અને રાજકોટમાં દાવેદારોની ભીડ જામી, મનપાની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા

    22 hours ago

    આગામી 15 મનપાની ચૂંટણીને લઈ ભાજપે સેન્સ પ્રક્રિયાનો આરંભ કર્યો છે. આજે સુરત રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં સેન્સ લેવામાં આવી રહી છે. જેથી ચૂંટણી લડવા ઇચ્છુક નેતાઓ દાવેદારી કરવા આવી રહ્યા છે. રાજકોટ મનપામાં ચાલી રહેલી સેન્સ પ્રક્રિયા વચ્ચે રાજકોટ નાગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અતુલ પંડિતનું સ્ટેટ્સ ચર્ચામાં આવ્યું છે. કારણ કે અતુલ પંડિત દ્વારા પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં લખવામાં આવ્યું છે કે આજે કેટલાક મૂર્ખ બનશે, કેટલાક મૂર્ખ બનાવશે. આપનું જીવન મંગલમય રહો. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે આજથી વિધિવત રીતે 'સેન્સ' લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉધના ભાજપ કાર્યાલય ખાતે સવારના 10 વાગ્યાથી કાર્યકર્તાઓ અને દાવેદારોની ભારે ભીડ જોવા મળી છે. પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર 1 થી 12ના ઈચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવી રહ્યા છે. જેમાં પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારો પર સૌની નજર છે. 12 નિરીક્ષકોની પેનલ દાવેદારોને સાંભળશે શહેર ભાજપ દ્વારા મનપાની ચૂંટણી માટે કમર કસી લેવામાં આવી છે. ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ચાર અલગ-અલગ જૂથોમાં નિરીક્ષકોની વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 12 નિરીક્ષકો સુરત આવી પહોંચ્યા હતા, જેઓ દરેક વોર્ડના કાર્યકર્તાઓ સાથે રૂબરૂ મુલાકાત કરી છે. ભાજપ પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું હતું કે, પક્ષમાં લોકશાહી ઢબે પ્રક્રિયા ચાલી રહી છે અને દરેક નાનામાં નાના કાર્યકર્તાને પોતાની વાત રજૂ કરવાની તક આપવામાં આવી રહી છે. સવારથી જ સેંકડો કાર્યકર્તાઓ બાયોડેટા અને સમર્થકો સાથે કાર્યાલય પર ઉમટી પડ્યા છે. ભાજપ-AAP વચ્ચે જંગ આજની સેન્સ પ્રક્રિયામાં જે 12 વોર્ડ લેવામાં આવ્યા છે, તેમાંથી 7 જેટલા વોર્ડ પાટીદાર મતદારોના વર્ચસ્વ વાળા છે. મોટા વરાછા, સરથાણા, કાપોદ્રા, ફુલપાડા, કતારગામ અને સીંગણપોર જેવા વિસ્તારોમાં ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપને જોરદાર લડત આપી હતી. આ વખતે ભાજપ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. આ વિસ્તારોમાં મજબૂત અને લોકપ્રિય ચહેરાઓની શોધ માટે નિરીક્ષકો ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. ખાસ કરીને વરાછા અને કતારગામ ઝોનમાં ઉમેદવારી કરવા માટે સૌથી વધુ ધસારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં દાવેદારોને સાંભળ્યા રાજકોટ મનપા માટે બે દિવસ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રદેશ ભાજપ દ્વારા 9 નિરીક્ષકોની નિમણુંક કરવામાં આવી છે તે 9 નિરીક્ષકોમાં રાજ્ય સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલા, જીતુ પટેલ, જીગ્નેશ સેવક, પૂર્વ સાંસદ ભાવનાબેન, યુવા મોરચાના મહામંત્રી ડો.નરેશ દેસાઈ, રાજેન્દ્રભાઈ પટેલ, નટુજી ઠાકોર, સુરેશ પટેલ અને સીતાબેન પટેલ ઉપસ્થિત રહી દાવેદારોને સાંભળી રાજકોટના 18 વોર્ડની યાદી બનાવી પ્રદેશમાં મોકલી આપશે. ઉલ્લેખનીય છે કે આજરોજ દાવેદારી કરવા માટે દરેક વોર્ડમાંથી 50 કરતા વધુ દાવેદારો પોતાની દાવેદારી નોંધાવવા માટે આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતી સિનેમામાં ગીતોનો વસંત ખીલ્યો!:'બહેરૂપિયો'નું સોલફુલ અને 'વાંકી ચૂકી લવ સ્ટોરી'નું રોમેન્ટિક સોન્ગ રિલીઝ, જાણો બંને ફિલ્મની રિલીઝ ડેટ
    Next Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ:​જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ: ભાજપ દ્વારા નિરીક્ષકોની હાજરીમાં વંથલી અને જિલ્લા કાર્યાલય ખાતે ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment