Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતી સિનેમામાં ગીતોનો વસંત ખીલ્યો!:'બહેરૂપિયો'નું સોલફુલ અને 'વાંકી ચૂકી લવ સ્ટોરી'નું રોમેન્ટિક સોન્ગ રિલીઝ, જાણો બંને ફિલ્મની રિલીઝ ડેટ

    18 hours ago

    ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તાજેતરમાં બે મોટી ફિલ્મો 'બહેરૂપિયો' અને ‘વાંકી ચૂકી લવ સ્ટોરી’ના ગીતો રિલીઝ કરવામાં આવ્યા છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. એક તરફ હોરર-ફોકલોરનો ડર છે તો બીજી તરફ પ્રેમની મીઠાશ છે. 1. ‘મોંઘેરા મેહમાન’ ગુજરાતની લોકકથા પર આધારિત હોરર ફિલ્મ ‘બહેરૂપિયો’નું અત્યંત ભાવુક અને સુંદર ગીત ‘મોંઘેરા મેહમાન’ True 4K ક્વોલિટીમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત "અતિથિ દેવો ભવ:" ના સાચા અર્થને સમજાવે છે. એ યાદ અપાવે છે કે કેટલાક મહેમાનો માત્ર મુલાકાતી નથી હોતા, પરંતુ જીવનનો અમૂલ્ય ખજાનો હોય છે. આ સોલફુલ ગીતને ઋષભ આહીરે પોતાના મધુર અવાજમાં ગાયું છે. જેનું સંગીત અથર્વ સંજય જોષીએ આપ્યું છે અને શબ્દો વત્સલ સંજય જોષીએ લખ્યા છે. આ ફોકલોર હોરર ફિલ્મ 24 એપ્રિલ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. 2. ‘પ્રેમ થયો’ બીજી તરફ, વર્ષની સૌથી ચર્ચિત રોમેન્ટિક ફિલ્મ ‘વાંકી ચૂકી લવ સ્ટોરી’નું નવું ગીત 'પ્રેમ થયો' રિલીઝ થયું છે. આ ગીત યુવા પેઢીમાં લોકપ્રિય બને તેવી પૂરી શક્યતા છે. પ્રેમની નાજુક ક્ષણો અને ઊંડી લાગણીઓને વણી લેતું આ ગીત ભાવિન ભાનુશાલીએ ગાયું છે અને તેણે પોતે જ આ ગીત લખ્યું તથા કમ્પોઝ (ગૌરાંગ પાલા સાથે) કર્યું છે. ગીતનું ડાયરેક્શન અને કોરિયોગ્રાફી જાણીતા કોરિયોગ્રાફર પ્રિન્સ ગુપ્તાએ કરી છે. ધ્વનિ ગૌતમ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં પૂજા જોશી, પરીક્ષિત તામાલિયા, ભાવિન ભાનુશાલી, ધર્મેશ વ્યાસ અને હેમાંગ દવે જેવા કલાકારો છે. આ ફિલ્મ 8 મે 2026ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મોના ગીતોએ પ્રેક્ષકોમાં ભારે ઉત્સુકતા જગાડી છે. એક તરફ 'બહેરૂપિયો' તેની પૌરાણિક વાર્તા અને ગીતોથી ગંભીર માહોલ ઉભો કરી રહી છે, જ્યારે 'વાંકી ચૂકી લવ સ્ટોરી' ઉનાળાની સિઝનમાં પ્રેમનો પવન ફૂંકવા તૈયાર છે.
    Click here to Read More
    Previous Article
    કોન્સર્ટ વિવાદ પર સિંગર અર્પિત બાલાએ મૌન તોડ્યું:બોટલ વાગતા ઓડિયન્સ પર થૂંક્યો હતો, કહ્યું- મને ઉશ્કેરવામાં આવ્યો, આ સુરક્ષાનો મામલો છે
    Next Article
    'આજે કેટલાક મૂર્ખ બનશે, કેટલાક મૂર્ખ બનાવશે':ભાજપમાંથી ચૂંટણી લડવા સુરત,વડોદરા અને રાજકોટમાં દાવેદારોની ભીડ જામી, મનપાની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment