Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાફિક સમસ્યા ઘટાડવા પોલીસ કમિશનર મેદાને:શહેરમાં મુખ્ય જંક્શનના ડિવાઈડર કટ બંધ કરવાથી ટ્રાફિક સમસ્યા ઘટી, જી.એસ મલિકે કહ્યું 'ટ્રાફિકજામની ફરિયાદ ઓછી થઈ'

    2 days ago

    શહેરમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની થઈ રહી છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હોવાના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ટ્રાફિક સમસ્યાને દૂર કરવા પોલીસ કમિશનર મેદાને ઉતર્યાં છે. શહેરના વિવિધ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા મુખ્ય જંકશન પર કટ બંધ કરવામાં આવ્યા છે. આજે પૂર્વ વિસ્તારમાં હીરાવાડી ચાર રસ્તા પર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્થાનિકો સાથે મુલાકાત કરીને આ ડિવાઈડર કટ બંધ કરવાના કારણે ટ્રાફિકમાં કેટલો ફરક પડ્યો છે તેને લઈને ઉત્પરજ કરી હતી અને સ્થાનિકો પણ આ ડિવાઈડર કટ બંધ કરવામાં આવ્યો હોવાને લઈને ટ્રાફિકમાં ઘણી મોટી રાહત મળી હોવાનું કહ્યું હતું. હીરાવાડી જંકશન પર કર્યું નિરીક્ષણ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા મુખ્ય ચાર રસ્તા ઉપર બેરીકેટિંગ લગાવીને કટ બંધ કરી દેવામાં આવ્યા છે જેની પોલીસ કમિશનર દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે, ત્યારે આજે શહેરના પૂર્વ વિસ્તારના હીરાવાડી જંકશન ખાતે પોલીસ કમિશનર પહોંચ્યા હતા. કટ બંધ કરવાથી કેટલો ફાયદો થાય છે તેને લઈને કમિશનરે ટ્રાફિક ડીસીપી અને પીઆઈ સાથે ચર્ચા વિચારણા કરી હતી. અને ત્યારબાદ ચાર રસ્તા ઉપર આવેલા દુકાનદારને પૂછ્યું હતું કે ટ્રાફિક બંધ કરવાના કારણે કેટલી રાહત રહે છે. ત્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ ડિવાઈડર કટ બંધ કરવામાં આવ્યો એ પહેલા ટ્રાફિકમાં લોકો અડધા કલાક સુધી ફસાઈ રહેતા હતા. ડિવાઈડર કટ બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે ટ્રાફિકમાં ખૂબ જ રાહત રહે છે 100 મીટર દૂર કરીને જવામાં અમને કોઈપણ પ્રકારનો વાંધો નથી. આ ડિવાઈડર બંધ કરવાના કારણે ખૂબ જ ફાયદો થઈ ગયો છે. ટ્રાફિક પોલીસ દ્વારા હીરાવાડી મુખ્ય ચાર રસ્તા છે તેનાથી 100 દૂર જે કટ આપવામાં આવેલો છે. ત્યાંથી વાહન ચાલકો જઈ શકે છે.ટ્રાફિક પોલીસ દ્વારા પૂર્વ વિસ્તારમાં હીરાવાડી મુખ્ય ચાર રસ્તા બેરીકેડિંગ કરીને બંધ કરી દેવામાં આવ્યા છે. ઈજનેર વિભાગનું કામ ટ્રાફિક પોલીસ કરી રહી છે જ્યારે પણ રોડ બનાવવામાં આવે છે અને પ્લાનિંગ કરવામાં આવતું હોય છે, ત્યારે મુખ્ય ચાર રસ્તાઓ ઉપર આમને સામને અવરજવર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિવાઇડર બનાવવામાં આવતા નથી અને મુખ્ય જંકશન પર ચાર રસ્તા બનાવીને ત્યાં સર્કલ બનાવવામાં આવે છે.પરંતુ હવે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે મુખ્ય ચાર રસ્તાઓ જ બંધ કરી દેવામાં આવી રહ્યા છે. અને ટ્રાફિક ઈજનેર વિભાગનું કામ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે સર્કલો બનાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા અભિપ્રાય આપવામાં આવતા હતા અને સર્કલ બનાવવામાં આવે છે. પરંતુ હવે ટ્રાફિક પોલીસ દ્વારા જ આ વિસ્તારમાં બેરિકેડિંગ કરીને બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્લાનિંગ કરીને ચાર રસ્તા પર ડિવાઈડર લગાવવા કે નહીં તેનું કામ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ટ્રાફિકજામની ફરિયાદો ઓછી થઈ:પોલીસ કમિશનર પોલીસ કમિશનર જી.એસ મલિકે જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિકની સમસ્યા માટે છેલ્લા છ મહિનાથી ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક ટ્રાફિક જંકશન ઉપર શું ફેરફાર કરી શકાય તેના માટે અમે બંને ડીસીપીને સાથે રાખી અને સર્વે કરાવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હીરાવાડી ટ્રાફિક જંકશન ડીવાઈડર કટ બંધ કરવાના કારણે લોકો ખૂબ જ ખુશ છે. ટ્રાફિકની અવરજવર ખુબ જ સરળ થઈ ગઈ છે. ફીડબેક પણ મળી રહ્યા છે. લોકો ટ્વિટર(X) ઉપર ટ્રાફિક જામ અંગેની ફરિયાદ કરતા હતા હવે એ ફરિયાદો પણ ઓછી થઈ ગઈ છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે ટ્રાફિક ઘટાડવા માટે થઈ અને અમે ઘણા બધા બદલાવ કરી રહ્યા છીએ. જેમાં ડિવાઈડર કટ બંધ કરવામાં આવી રહ્યો છે.કેટલાક ડિવાઈડર કટ અમે ચાલુ પણ કરી રહ્યા છીએ. જેનાથી ટ્રાફિક વધુ સરળતાથી અવરજવર થઈ શકે તેની કામગીરી કરી રહ્યા છીએ. આ મુખ્ય જંકશન પર ડિવાઈડર કટ બંધ પીરાણા જંકશન નારોલ કોઝી હોટલ નારોલ સર્કલ હાથીજણ સર્કલ કમોડ સર્કલ સીટીએમ ચાર રસ્તા હાટકેશ્વર સ્વસ્તિક ચાર રસ્તા હીરાવાડી ચાર રસ્તા નાનાચિલોડા ચાર રસ્તા ભાટ જંકશન ગરીબનગર ચાર રસ્તા ઇન્દિરા બ્રિજ સર્કલ શેલા સર્કલ કર્ણાવતી ક્લબ થલતેજ પેલેડિયમ મોલ
    Click here to Read More
    Previous Article
    'આજે કેટલાક મૂર્ખ બનશે, કેટલાક મૂર્ખ બનાવશે':ભાજપમાંથી ચૂંટણી લડવા સુરત-રાજકોટમાં દાવેદાની ભીડ જામી, મનપાની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા
    Next Article
    જિલ્લા પંચાયત પૂર્વ ભાજપ સદસ્ય જેલ હવાલે:અજય લોરીયાએ ₹25 લાખની ઉઘરાણીમાં સિરામિક ઉદ્યોગપતિ પર જીવલેણ હુમલો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment