Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ટિકિટ વાંચ્છુકોનો મેળાવડો

    14 hours ago

    વલસાડ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ઉમેદવારોની પસંદગી માટે આજથી વિધિવત રીતે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વલસાડ શહેર, વાપી અને નાનાપોંઢા સહિતના વિસ્તારોમાં કાર્યકરો અને ટિકિટ વાંચ્છુકોની ભારે ભીડ ઉમટી પડી હતી. દાવેદારો સમર્થકો સાથે બાયોડેટા લઈને પહોંચ્યા વલસાડના સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ હોલ ખાતે પ્રદેશ નિરીક્ષકોની ટીમે વલસાડ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટેના ઉમેદવારોને સાંભળ્યા હતા. સવારથી જ ટિકિટના દાવેદારો તેમના સમર્થકો સાથે બાયોડેટા લઈને પહોંચ્યા હતા. નિરીક્ષકોએ દરેક દાવેદાર સાથે એકાંતમાં ચર્ચા કરીને પક્ષ પ્રત્યેની તેમની સક્રિયતા અને જીતવાની ક્ષમતા અંગેની વિગતો મેળવી હતી. નવરચિત નાનાપોંઢા તાલુકાની બેઠકો માટે દાવેદારોને સાંભળ્યા આદિવાસી પટ્ટામાં પણ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નાનાપોંઢા ખાતે પ્રદેશ નિરીક્ષકોએ કપરાડા તાલુકા અને નવા રચાયેલા નાનાપોંઢા તાલુકાની બેઠકો માટે દાવેદારોને સાંભળ્યા હતા. આ વિસ્તારોમાંથી સ્થાનિક આગેવાનો અને યુવા ચહેરાઓએ મોટી સંખ્યામાં દાવેદારી નોંધાવતા, નિરીક્ષકો માટે ઉમેદવારોની પસંદગી પડકારજનક બની શકે છે. વાપી મહાનગરપાલિકાની ચૂંટણી માટે પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વોર્ડ નંબર 1 થી 7 માટેના ટિકિટ વાંચ્છુકોને સાંભળવામાં આવ્યા હતા. ઔદ્યોગિક નગરી વાપીમાં ભાજપ પોતાનો ગઢ જાળવી રાખવા માટે મજબૂત અને લોકપ્રિય ચહેરાઓની શોધમાં છે. આ સેન્સ પ્રક્રિયા દરમિયાન પ્રદેશ ભાજપના નિરીક્ષકો અને સ્થાનિક સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેનો મુખ્ય હેતુ તાલુકા-જિલ્લા પંચાયત અને પાલિકા માટે સક્ષમ ઉમેદવારોની પસંદગી કરવાનો છે. દાવેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને નિરીક્ષકો સમક્ષ મોટી સંખ્યામાં બાયોડેટા રજૂ કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    PM મોદીએ કહ્યું- આસામમાં હેટ્રિક નક્કી છે:ચાના બગીચામાં પત્તી તોડી, કામ કરતી મહિલાઓ સાથે સેલ્ફી લીધી
    Next Article
    સચિન GIDCમાં આગ:હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં આગથી અફરાતફરી, ફાયરની ટીમ ઘટનાસ્થળે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment