Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં સ્થાનિક ચૂંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ:સિંધુ ભવન ખાતે દાવેદારોનો ધસારો; નિરીક્ષકો દરેક પાસાં ચકાસી દાવેદારોની યાદી તૈયાર કરશે

    6 days ago

    ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. નવસારી જિલ્લામાં મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા, જેને 'સેન્સ' પ્રક્રિયા કહેવાય છે, તેનો આજે વિધિવત પ્રારંભ થયો છે. નવસારી શહેરના સિંધુ ભવન ખાતે મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપ સંગઠન દ્વારા નિયુક્ત કરાયેલા નિરીક્ષકો સમક્ષ વહેલી સવારથી જ કાર્યકરો અને દાવેદારો પોતાની દાવેદારી રજૂ કરવા ઉમટી પડ્યા હતા. પ્રદેશ ભાજપ દ્વારા મોકલવામાં આવેલી નિરીક્ષકોની ટીમ દરેક પાસાઓને ચકાસીને દાવેદારોની યાદી તૈયાર કરશે. સમગ્ર જિલ્લામાં બેઠકોના વિભાજન પ્રમાણે અલગ-અલગ ટીમો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રક્રિયામાં દિગ્ગજ નેતાઓને નિરીક્ષક તરીકે નિયુક્ત કરાયા છે. જલાલપોર અને વાંસદા બેઠકો માટે છોટાઉદેપુરના સાંસદ જશવંતસિંહ ભાભોર, ધર્મેશ પંડ્યા અને કામિની સોની દાવેદારોની રજૂઆતો સાંભળી રહ્યા છે. નવસારી મહાનગરપાલિકા માટે રાજ્યકક્ષાના મંત્રી રમણભાઈ સોલંકીની આગેવાની હેઠળ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને સીમાબેન મોહિલે નિરીક્ષણ કરી રહ્યા છે. ગણદેવી તાલુકા, ચીખલી અને ગણદેવી નગરપાલિકા માટે આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ નિરીક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમની ટીમમાં અરવલ્લીના પૂર્વ જિલ્લા પ્રમુખ જે.પી. પટેલ અને પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ ઉર્મિલાબેન વસાવા સામેલ છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન અનેક દાવેદારો પોતાના સમર્થકો સાથે સિંધુ ભવન પહોંચ્યા હતા, જેના કારણે કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નિરીક્ષકો દાવેદારોની શૈક્ષણિક લાયકાત, પક્ષ પ્રત્યેની વફાદારી અને જીતવાની ક્ષમતા (Winability) જેવા મુદ્દાઓ પર ભાર મૂકી રહ્યા છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો પોતાનો રિપોર્ટ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સુપરત કરશે, જ્યાં ઉમેદવારોના નામ પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    એક ગાયનું 2 સિંહણ સાથે કબડ્ડી... કબડ્ડી...:સિંહણે ગાયનો શિકાર કરવાની બહુ ટ્રાય કરી પણ મેળ ન પડ્યો; થાપ આપીને ગાય ભાગી ગઈ, ઉનાના પાતાપુરની ઘટના
    Next Article
    બોટાદ APMC સાત દિવસની રજા બાદ શરૂ:ખેડૂતો જણસી વેચવા ઉમટ્યા, વાહનોની લાંબી કતારો લાગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment