Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હનુમાન જન્મોત્સવની આજથી બે દિવસ ભવ્ય ઉજવણી:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેમ્પ હનુમાન મંદિરથી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું, ઓપરેશન સિંદૂરના ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ

    10 hours ago

    કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે આજથી બે દિવસ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે (1 એપ્રિલ) સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હનુમાન દાદાની આરતી ઉતારી હતી અને સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. શોભાયાત્રામાં ઓપરેશન સિંદૂર ટેબ્લો આકર્ષણ આ વખતની શોભાયાત્રામાં અનેક વિશેષતાઓ જોવા મળી હતી.ઓપરેશન સિંદૂર ટેબ્લો અને અન્ય આકર્ષક ટેબ્લો જોવા મળી રહ્યા છે. 30 ટ્રક કે જેમાં ભજન મંડળી અને સુશોભિત ટ્રકોનો પણ સમાવેશ કરાયો છે. દાદાની જાયન્ટ ગદા, ઊંટગાડી, ઘોડાગાડી અને લાઈવ ભજન મ્યુઝિક પણ સામેલ છે. 200થી વધુ બુલેટ સવારો અને મોટી સંખ્યામાં કાર પણ શોભાયાત્રામાં જોડાઈ છે. યાત્રાના રૂટ પર 50થી વધુ જગ્યાએ સ્વાગત કેન્દ્રો રાખવામાં આવ્યા છે. શોભાયાત્રા શાહીબાગ કેમ્પ હનુમાન મંદિરથી શરૂ થઈ શાહીબાગ અંડરબ્રિજ, નમસ્તે સર્કલ, દિલ્હી દરવાજા, ગાંધી બ્રિજ, આશ્રમ રોડ, પાલડી થઈને વાયુદેવતાના મંદિરે પહોંચશે. ત્યાં વિશ્રામ બાદ અંજલી ચાર રસ્તા, વિજય ચાર રસ્તા, નવરંગ સ્કૂલ અને ઉસ્માનપુરા થઈ સાંજે નિજ મંદિરે પરત ફરશે. શોભાયાત્રાના સ્વાગત માટે 50 કેન્દ્ર આ અંગે હનુમાન કેમ્પ પ્રમુખ ટ્રસ્ટી સુધીર નાણાવટી એ જણાવ્યું હતું કે, હનુમાનજીની શોભાયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું અને આ શોભાયાત્રામાં હનુમાનજી પોતે પોતાના પિતા વાયુ દેવતાના આશીર્વાદ લેવા માટે વાસણા બેરેજ આગળ જે મંદિર આવેલું છે ત્યાં જઈ રહ્યા છે. આ શોભાયાત્રા રસ્તામાં 45થી 50 જગ્યાએ ઊભી રહેશે અને ત્યાં સ્વાગત કરશે.એમને પણ પ્રસાદ આપવામાં આવશે. આ એક પરંપરા છે અને તેઓ વાયુ દેવતાની પોતાના પિતાની પરવાનગી લેશે કે આવતીકાલે હનુમાનજીનો જન્મોત્સવ છે એની ઉજવણી કરવા માટેની પરવાનગી માંગશે અને સાંજે 5 વાગ્યે આ જ રીતે શોભાયાત્રા મંદિરે પરત ફરશે. આ વર્ષે આ શોભાયાત્રામાં અમે 'ઓપરેશન સિંદૂર'નો પણ એક ટેબલો બનાવ્યો છે, જે દરેક લોકોને ગમશે. આપણા જવાનોએ જે 'ઓપરેશન સિંદૂર'માં સફળતા મેળવી એની એક યાદ પણ તાજી થશે. આવતીકાલે સુંદરકાંડના પાઠ અને મહાપ્રસાદ હનુમાન જન્મોત્સવના મુખ્ય દિવસે એટલે કે ગુરુવારે મંદિરે વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમો જોવા મળશે. મંગળા આરતી અને ફૂલોના શણગાર સાથે દાદાને 101 કિલો માવાનો હલવો ધરાવવામાં આવશે. સવારે 10:30 કલાકે મારુતિ યજ્ઞનો પ્રારંભ થશે.તો સવારે 11 કલાકે ધ્વજારોહણ બાદ ભક્તો માટે મહાપ્રસાદ (ભંડારા)ની વ્યવસ્થા કરવામાં આવી છે. સાંજે 4 થી 6 દરમિયાન મંદિરે સુંદરકાંડના પાઠનું આયોજન છે.
    Click here to Read More
    Previous Article
    જે ઘરના દીકરાની હત્યા કરી તેના ઘરની બહાર ગાડીમાં તોડફોડ:માધવપુરામાં હત્યા કેસમાં આરોપી પેરોલ પર બહાર હતો, ગુંડાગીરીના CCTV
    Next Article
    Sanjay Arora reappointed as MC Chief Engineer; additional charge withdrawn from C B Ojha

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment