Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અધવચ્ચે કાળ ભેટી ગયો:ગિફ્ટ સિટીમાં નોકરીએ જતો આશાસ્પદ યુવક બાઇક સ્લીપ ખાઈ જવાથી મોતને ભેટ્યો, પત્નીને ફોન પર મોતના સમાચાર મળ્યા

    10 hours ago

    અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને ગિફ્ટ સિટીની ખાનગી કંપનીમાં ફરજ બજાવતા 24 વર્ષીય આશાસ્પદ યુવકનું બાઇક લવારપુર રોડ પર સ્લિપ થઈ જવાથી મોત નિપજ્યું છે. આ અંગે મૃતકના પિતાની ફરિયાદના આધારે ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નવા એમડી આવવાના હોવાથી રવિવારે ઓફિસે ગયો હતો મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ ચાંદખેડામાં જનતાનગર ખાતે રહેતા જહરલાલ દત્તાનો મોટો પુત્ર પિનાકી દત્તા ગિફ્ટ સિટીની INS કંપનીમાં નોકરી કરતો હતો. ગત તા.29 માર્ચે રવિવાર હોવા છતાં ઓફિસમાં નવા એમડી આવવાના હોવાથી પિનાકી સાંજના આશરે સાડા ચાર વાગે પોતાની કેટીએમ બાઇક લઈને નોકરી પર જવા નીકળ્યો હતો. ત્યારે પરિવારને અંદાજ પણ નહોતો કે પિનાકી સાથેની આ છેલ્લી મુલાકાત હશે. પતિના ફોન પરથી પત્નીને અકસ્માતનો ફોન આવ્યો પિનાકી ઘરેથી નીકળ્યાના થોડા સમય બાદ તેની પત્ની શિલ્પા પર પિનાકીના જ ફોન પરથી એક અજાણ્યા વ્યક્તિએ જણાવ્યું હતું કે, શાહપુર બાપા સીતારામ સર્કલથી લવારપુર તરફ જતા રોડ પર મહાકાળી માતાના મંદિર પાસે બાઇકનો અકસ્માત થયો છે. અકસ્માત થતાં સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડાયો હતો આ સમાચાર મળતા જ પિતા જહરલાલ અને નાનો ભાઈ રાહુલ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યારે જાણવા મળ્યું હતું કે પિનાકીને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જેથી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં પહોંચતા જ પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તબીબોએ તપાસ બાદ પિનાકીને મૃત જાહેર કર્યો હતો. બાઈક પૂરપાટ ઝડપે હંકારી કાબૂ ગુમાવી દેતા બાઇક રોડ પર સ્લીપ ખાઈ ગયુ પોલીસની પ્રાથમિક તપાસમાં પિનાકીએ પોતાની બાઈક પૂરપાટ ઝડપે હંકારી કાબૂ ગુમાવી દેતા બાઇક રોડ પર સ્લીપ ખાઈ ગયુ હતું.હતું. આ મામલે અકસ્માતનો ગુનો નોંધી પિનાકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. ત્યારબાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. પુત્રની લૌકિક ક્રિયા પૂર્ણ થતા પિતાની ફરિયાદના આધારે ડભોડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મહાનગરપાલિકા ચૂંટણીને લઈ 1 એપ્રિલથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ:સુરત ભાજપમાં ટિકિટ માટે રસાકસી, દાવેદારો માટે કડક નિયમો; અનામત બેઠકો માટે લેટેસ્ટ પ્રમાણપત્રો રજૂ કરવા
    Next Article
    ગુજરાતમાં 11,000 વિદ્યાસહાયકોની મેગા ભરતી:15 એપ્રિલથી ઓનલાઈન અરજી શરૂ, TET-1 પાસ માટે તક; TAT હાયર સેકન્ડરી પરીક્ષાની જાહેરાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment