Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:માળિયા તાલુકામાં મોટા દહીંસરા ગામમાં હુમલાખોર પાસેથી પિસ્તોલ, કાર્ટિઝ જપ્ત

    14 hours ago

    માળીયા (મી) તાલુકાના મોટા દહિસરા ગામે યુવાન ઉપર હુમલો કરનાર આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસે આરોપીના રિમાન્ડ ઉપર લીધો હતો. રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપી પાસે માહિતી ઓકવીને તેંના ઘરની જડતી લીધી હતી. આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ અને નવ જીવતા કાર્ટિઝ મળી આવતા પોલીસે 5900 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને આરોપી સામે આમર્સ એક્ટ હેઠળ વધુ એક ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. માળિયાની તાલુકાના મોટા દહીસરા ગામે રહેતી યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા અને જે યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા તેના કૌટુંબિક વ્યક્તિ દ્વારા યુવતીના કાકા ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો આ ગુનામાં માળિયા તાલુકા પોલીસ દ્વારા બે દિવસ પહેલા આરોપી કિશોરભાઈ દેવદાનભાઈ લોખીલ રહે. મોટા દહીસરા માળીયાની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને આરોપીને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યો હતો અને રિમાન્ડ દરમિયાન તે આરોપીના ઘરની જડતી લેવામાં આવી હતી ત્યારે ઘરમાંથી દેશી બનાવટની એક પિસ્તોલ જેની કિંમત 5000 રૂપિયા તથા જીવતા 9 કાર્ટીઝ જેની કિંમત 900 આમ કુલ મળીને 5,900 ની કિંમતનો મુદ્દા માલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસે આ ગુનામાં આરોપી કિશોરભાઈ દેવદાનભાઈ લોખિલ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને પગલે ગામમાં ચકચાર મચી હતી અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કરાયા છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં 55 પાડાઓને ‘મોતના કન્ટેનર’માંથી મુક્ત કરાવાયા:બગવાડા ટોલ નાકા પાસે પોલીસે ટ્રક આંતરી બચાવ્યા, 5ની ધરપકડ; પંજાબથી કેરળ કતલખાને લઈ જવાતા હતા
    Next Article
    RBSE Rajasthan Board 12th Arts Result 2026 LIVE: Scorecards out, meet the toppers?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment