Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ‎:જામનગરના મતવા ગામમાં પવનચક્કીના હેવી વીજ લાઈનમાંથી રાષ્ટ્રીય પક્ષી મોરોના વીજ કરંટથી મોત

    12 hours ago

    જામનગર જિલ્લાના મોટા ભાગના ગામોમાં પવનચક્કીઓ ઉભી થઈ છે. તો અમુક ગામોમાં પવનચક્કીઓ મુસીબતો બની રહી છે. ત્યારે મતવા ગામમાં આવેલી પવનચક્કીની 33,000 વોલ્ટની હેવી વીજ લાઈનમાંથી વીજ કરંટ લાગવાથી રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ નિપજતાં હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. જે અંગેની સરપંચ સહિતના ગ્રામજનો દ્વારા અનેક રજુઆતો કરવા છતાં યોગ્ય નિકાલ થયો નથી. મોરની સાથે અન્ય પક્ષીઓના પણ મૃત્યુ નિપજતાં રહે છે. જામનગર તાલુકાના મતવા ગામમાં છેલ્લા વર્ષોમાં પવનચક્કીઓ અનેક ઉભી થઈ ગઈ છે. ત્યારે પવનચક્કીની વિજળી મેળવવા માટે વીજ થાંભલાઓ ઉભા કરવામાં આવ્યા છે અને હેવી 33,000 વોલ્ટની લાઈન ગામની બાજુમાંથી પસાર કરવામાં આવી છે. ત્યારે ગામમાં જંગલ વિસ્તાર વધુ હોવાથી મોર સહિતના પક્ષીઓઓ વધુ છે. આ હેવી વીજ લાઈનના તાર ઉપર બેસતા વીજ કરંટથી પક્ષીઓના મૃત્યુ નિપજે છે. જેમાં રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ વધુ થતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો હતો. આ અંગે વન વિભાગને લેખિતમાં ગ્રામ પંચાયત દ્વારા જાણ કરવામાં આવી હતી. તેમજ કલેકટર કચેરી તેમજ ઓનલાઈન પોર્ટલ ઉપર રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા. તાજેતરમાં ગત તા.10 માર્ચના રોજ મોરનું વીજ કરંટથી મૃત્યુ નિપજતાં ગ્રામજનો દ્વારા મૃત મોરને સાથે લઈને કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. તેમ છતાં કામગીરીના વાયદાઓ જ કરવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા પીજીવીસીએલ, જેટકો અને ફોરેસ્ટના અધિકારીઓની કમિટી મતવા ગામમાં ગત તા.27 ફેબ્રુઆરીના આવી હતી. જેમાં પવનચક્કીના ઓપરેટરને બોલાવવામાં આવ્યા હતા, અને રોજકામ કરવામાં આવ્યું હતું, સાત દિવસમાં વીજલાઈનમાં ફ્લેગ્સ અને રીફલેક્ટર લગાવી આપવાની બાંહેધરી આપવામાં આવી હતી. તેમ છતાં માત્ર દેખાવ પુરતી કામગીરી કરવામાં આવી છે, ગત તા.10 માર્ચના રોજ ફરી મોરનું મૃત્યુ નિપજ્યું હતું. આથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાઈ ગયો છે. માત્ર દેખાવ પુરતી જ સરકારી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે : સરપંચ મતવા ગામમાં વીજ કંપની અને ફોરેસ્ટની ટીમે ગત તા.27 ફેબ્રુઆરીના આવીને પવનચક્કીના અધિકારીઓને બોલાવીને રોજકામ કરાવ્યું હતું. આ હેવી વીજ લાઈનના તાર ઉપર ફ્લેગ્સ અને રીફલેકટર લગાવી આપવાનું કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું. તેમ છતાં માત્ર કંપનીના અધિકારીએ દેખાવ પુરતી કામગીરી કરી છે, મોર સહિતના પક્ષીઓના મૃત્યુ નિપજી રહ્યા છે.> કિશોરભાઈ ચાંઉ સરપંચ
    Click here to Read More
    Previous Article
    ઈરાન પર 24 કલાકમાં ઈઝરાયલના 230 હવાઈ હુમલા:અત્યાર સુધીમાં 4800 ઈરાની સુરક્ષાકર્મીઓનાં મોત; ચીન-પાકિસ્તાને 5-સૂત્રીય યુદ્ધવિરામનો પ્લાન
    Next Article
    Trump Cares Deeply About US-India Relationship: US Ambassador

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment