Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાન પર 24 કલાકમાં ઈઝરાયલના 230 હવાઈ હુમલા:અત્યાર સુધીમાં 4800 ઈરાની સુરક્ષાકર્મીઓનાં મોત; ચીન-પાકિસ્તાને 5-સૂત્રીય યુદ્ધવિરામનો પ્લાન

    16 hours ago

    અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 33મો દિવસ છે. ઇઝરાયલી સેનાએ દાવો કર્યો છે કે તેણે મંગળવારે 24 કલાકમાં ઇરાનમાં 230થી વધુ હવાઈ હુમલા કર્યા. ઇઝરાયલનું કહેવું છે કે આ હુમલાઓ પ્લાન્ડ ઓપરેશનનો ભાગ છે, જેનો હેતુ ઇરાનની સૈન્ય શક્તિને નબળી પાડવાનો છે. ઇરાનનું કહેવું છે કે ઇઝરાયલ અને અમેરિકા માત્ર સૈન્ય ઠેકાણાઓ પર જ નહીં, પરંતુ સામાન્ય નાગરિકો સાથે સંબંધિત સ્થળો પર પણ હુમલા કરી રહ્યા છે. તેહરાન ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓમાં ઇરાનના ઓછામાં ઓછા 4,770 સુરક્ષાકર્મીઓના મોત થયા છે. આ દરમિયાન લગભગ 21 હજાર લોકો ઘાયલ પણ થયા છે. બીજી તરફ, ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે બેઇજિંગમાં બેઠક પછી એક 5 મુદ્દાની યોજના જાહેર કરી છે. આ યોજનાનો હેતુ ઇરાન યુદ્ધ રોકવાનો છે. ચીન-PAKનો 5 મુદ્દાનો યુદ્ધવિરામ પ્લાન… યુદ્ધથી મિડલ ઈસ્ટને ₹18 લાખ કરોડનું નુકસાન યુનાઈટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) એ જણાવ્યું છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ સમગ્ર વિસ્તારની અર્થવ્યવસ્થાને મોટું નુકસાન પહોંચાડી શકે છે. તેમના રિપોર્ટ અનુસાર આ સંઘર્ષ હવે માત્ર કેટલાક દેશો પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ સમગ્ર ક્ષેત્ર માટે મોટું સંકટ બની ગયું છે. ઈરાન-ઇઝરાયલ યુદ્ધ સંબંધિત પળેપળના અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Mohammed Shami's Swipe At Critics: "130 Wickets In Last 5-6 Years, Yet Not A T20 Bowler"
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:જામનગરના મતવા ગામમાં પવનચક્કીના હેવી વીજ લાઈનમાંથી રાષ્ટ્રીય પક્ષી મોરોના વીજ કરંટથી મોત

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment