Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રુમાણામાં નેધરલેન્ડ યોજનાની નવી પાઇપલાઇનની કામગીરી ચાલુ:બંને સમ્પ જોડાતા મીઠા પાણીનો સપ્લાય વધશે

    3 days ago

    પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા નેધરલેન્ડ યોજના હેઠળ નવી મોટી પાઇપલાઇન શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, ગામના બંને પાણીના સમ્પને એકબીજા સાથે પાઇપલાઇન દ્વારા જોડવામાં આવ્યા છે. આ નવી વ્યવસ્થાને કારણે ગામમાં મીઠા પાણીનો પુરવઠો વધશે. અગાઉ, અડિયા વોટર વર્કસ પરથી ફિલ્ટર થયેલું નેધરલેન્ડ યોજનાનું પાણી નાની પાઇપલાઇન મારફતે પૂરું પાડવામાં આવતું હતું. પાણી પુરવઠા બોર્ડ દ્વારા વર્ષો પહેલાં નાખવામાં આવેલી નવી મોટી પાઇપલાઇનને હવે પાણીના સમ્પ સાથે જોડવામાં આવી છે. પાણી પુરવઠા બોર્ડના એન્જિનિયર અનિલભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ કામગીરી પૂર્ણ થતાં બંને સમ્પ પૂરતા પ્રમાણમાં મીઠા પાણીથી ભરાઈ રહેશે. સરપંચ કાજલબેન ચેતનભાઈ વ્યાસે પોતાના ખર્ચે તૂટેલા ઢાંકણા બદલીને સમ્પ પર નવા ઢાંકણા લગાવ્યા છે, જેથી પાણીની શુદ્ધતા જળવાઈ રહે. તેમણે ઉમેર્યું હતું કે, હવે ગામને નેધરલેન્ડ યોજના હેઠળ જરૂરિયાત મુજબ મીઠા પાણીનો પુરવઠો મળી શકશે. આ ઉપરાંત, પાણી પુરવઠાના બોર અને સમ્પ આસપાસ ભરાઈ રહેતા પાણીની સમસ્યા દૂર કરવા માટે માટી નાખવામાં આવી છે. તળાવડીનું વધારાનું પાણી જૂના બોરની પાઇપલાઇનમાં ઉતારી દેવાતા મોટાભાગનું પાણી ભૂગર્ભમાં રિચાર્જ થયું છે. સરપંચે ગ્રામજનોને પાણીનો બગાડ ન કરવા અને વિવેકપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    તું મારી સાથે રિલેશનશીપમાં આવ કહીં યુવતીની જાહેરમાં છેડતી કરી:પોલીસે આરોપીને હાથકડી પહેરાવી જાહેરમાં ફેરવ્યો; પીડિતાએ કહ્યું- મારી આબરૂ પર હાથ નાખ્યો, મને ટોર્ચર કરતો
    Next Article
    આરોપી ભાગી જવાના કેસમાં ફરજમાં બેદરકારી બદલ PSI પાટીલ સસ્પેન્ડ:વડોદરામાં બાળકી પર દુષ્કર્મ કેસનો આરોપી કોર્ટમાંથી વોશરૂમ જવાના બહાને ભાગી છૂટ્યો'તો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment